________________
સ્તવન માળા
૬૧૩
=
(૩૨) | મારૂં આયખું ખૂટે જે ઘડીએ મારૂં આયખું ખૂટે જે ઘડીએ, ત્યારે મારા હૃદયમાં પધારજો, છે અરજી તમોને બસ એટલી, મારા મૃત્યુને સ્વામી સુધારજો. જીવનનો નથી કોઈ ભરોસો, દોડાદોડીના આ યુગમાં (૨) અંતરિયાને જઈને પૂછો, ઓચિંતા મૃત્યુના મુખમાં (૨) ત્યારે સાચા સ્વજન બની આવજો, થોડા શબ્દો ધર્મના સુણાવજો.
છે અરજી.... જીવવું થોડું ને જંજાળ ઝાઝી, એવી સ્થિતિ છે. સંસારની (૨) છૂટે ના મને મરતી વેળાએ, ચિંતા મને જે પરિવારની (૨) ત્યારે દીપક તમે પ્રગટાવજે, મારા મોહ તિમિરને હઠાવજો,
છે અરજી...
(૩૩)
પૂનમ અને અમાસ એક હતી અજવાળી પૂનમ, ને બીજી રાતડી કાળી. પારસનાથને એવા મળ્યા, ધરણેન્દ્ર અને મેઘમાળી. ૧ ઉપકારી ઉપકાર ભૂલે નહિ, વૈરી ભૂલે ન વેર, એક ધરે અમૃતની પ્યાલી, બીજો હલાહલ ઝેર; એક ભાવથી ભક્તિ કરે, ને બીજો રહે જીવ બાળી. ૨ એક દિવસ વટવૃક્ષની નીચે, પાર્શ્વ પ્રભુ ધરે ધ્યાન, ભાન ભૂલી મેઘમાલી લાવે, આંધી ને તોફાન; પરભનો ઉપકાર વિચારી, ન-ગ રહ્યો ફેણ ઢાળી. ૩ સમતાસાગર પાર્થપ્રભુને, નહીં માન અપમાન, હોય મિત્ર કે શત્રુ ભલેને, એને સર્વ સમાન; સમદષ્ટિથી બેઉ જણાને, રહેતા નાથ નિહાળી. ૪
ધર્મ જ માનવીને મહાભય તથા મહાપાપમાંથી બચાવે છે.