________________
૬૧૨
-
રત્નત્રયી ઉપાસના
મારૂ મરણ થતાં બધાં હથિયાર લશ્કર લાવજો, પાછળ રહે મૃતદેહ આગળ સર્વને દોડાવજો; આખા જગતને જીતનારું, સૈન્ય પણ રડતું રહ્યું, વિકરાળ દળ ભુપાળને નહિ કાળથી છોડી શક્યું. ૨ મારા બધા વૈદ્યો હકીમોને, અહીં બોલાવજો, મારો જનાજે એજ વૈદ્યોને ખભે ઉપડાવજો; કહો દર્દીઓનાં દર્દને દફનાવનારૂં કોણ છે ? દોરી તૂટી આયુષ્યની તો, સાંધનારૂં કોણ છે ? ૩ બાંધી મુઠ્ઠી રાખીને જીવો, જગતમાં આવતા, ને ખાલી હાથે આ જગતથી, સૌ જીવો ચાલ્યા જતા; યૌવન ફના, જીવન ફના, જર ને જગત પણ છે ફના, પરલોકમાં પરિણામ ફળશે, પુણ્યનાં ને પાપના. ૪ (૩૧)
' ચીઠ્ઠી રે ફાટશે ઉપરવાળાની ચીઠ્ઠી રે ફાટશે ઉપરવાળાની, થશે વેળા તારે જાવાની, સગું કુટુંબ તારું ભેગુ મળીને, ચમચી પાણી પાવાની, પાંચ પચીસ જણા ભેળા મળીને, કરશે ઉતાવળ કાઢી જાવાની. લાકડા ભેગો તને બાળી રે દેશે. હશે ઉતાવળ એને નહાવાની. હાડકા લીને હાલતો થાશે, રાખ તારી ઉડી જાવાની. બાર દિવસ તારી મોકાણ કરીને, પછી મિષ્ટાન ખાવાની. પ્રાણની સગી છે આ દુનિયા, પછી બધુંય ભૂલી જવાની... ચીઠ્ઠી રે ફાટશે ઉપરવાળાની, થશે વેળા તારે જવાની.
કાંટા સાથે રહી હસતા રહેવાનું ગુલાબ પાસેથી શીખો.