________________
સ્તવન માળા
SOG
મારી આ જીવન નૈયા મારી આ જીવન નૈયા, મારી આ જીવન નૈયા જોજે ના ડૂબે નૈયા, જોજે ના ડૂબે નૈયા મારી આ જીવન નૈયા... નાવ ઝોલે ચડી, ઊંચે આંધી ચડી, મારે જાવું છે દૂર કાંઈ સુઝે નહીં, નથી જડતી કડી, રાત કાળી નડી, ઘનઘોર ઘટા જાણે છાઈ રહી, દશા છે આવી મારી, એને તું લે ઉગારી. (૨) જોજે ના ડૂબે મેઘ ભીષણ ગરજે, વીજ કળકળ બોલે,
મને એ કે કિનારો જેવા ના મળે જાણે પાણી તળે, સામું કોઈ ના મળે, તને યાદ કરું છું હું પળે પળે સાગર છે બહુ તોફાની, પ્રભુ તું છે સુકાની. (૨) જોજે ના. ચંદ્ર વાદળ છુપાય, તારલીયા ના દેખાય,
રાત અંધારી કેમે કરી ના સહેવાય. નાવ મારી અથડાય, મોજાં સાથે પછડાય,
નાવ તુટીને અંદરમાં પાણી ભરાય નૈયા જ ડૂબે મારી, જશે લાજ પ્રભુ તારી. (૨) જોજે ના ડૂબે મારી જીવનની નાવ, પાર એને લગાવ,
મારા અંતરના ખુણામાં દીપક પ્રગટાવ. જાય જેથી અંધકાર, પહોંચી સાગરને પાર,
- જૈન સંયુક્ત મંડળ” કરે જય જયકાર પ્રભુ તારા ગીતડાં ગાવા, મારે મન મોટા લ્હાવા (૨)
જોજે ના ડૂબે નૈયા મારી આ જીવન નૈયા...
સત્કાર્ય જરૂર કરો, ચશની અપેક્ષા ન રાખો.