________________
સ્તવન માળા
સ્તવન માળા
૧૦
૬૦૩
સાહુ શરણં મુજને હોજો, સંયમ શૂરા બનવા ધમ્મો શરણં મુજને હોજો, ભવોદધિથી તરવા મંગલમય ચારેનું શરણું, સઘળી આપદા કાપે ચિધન કેરી ડૂબતી નૈયા, ભવજલ પાર ઉતારે.
(૧૮) ધન્ય ધન્ય જીવન મારૂં કૃપા એની લેખું આંખ મારી ઉઘડે ત્યાં સિદ્ધાચલ દેખું, મંદિરમાં બેઠા મારા આદિનાથ દેખું. આદિનાથ દેખું તો મન હરખાતુ, ધન્ય ધન્ય જીવન મારું કૃપા એની લેખું- ૨ અંતરની આંખોથી દરિશન કરતાં નયન અમારા નિશદિન ઠરતાં – ૨ તારી રે મૂરતિયે મારું મન લલચાણું, ધન્ય ધન્ય જીવન મારું કુપા એવી લેખું - ૨ નવણ કરાવીને અંતર પખાળું, કેશર ચઢાવીને મારા કમોંને બાળું, ચંદન ચઢાવી મનને શીતળ બનાવું, ધન્ય ધન્ય જીવન મારું કૃપા એની લેખું - ૨ સોના રૂપાના ફૂલડે વધાવું, અંતરથી તારી આરતી ઉતારું, ભવોભવ માંગુ શરણું તમારું, ધન્ય ધન્ય જીવન મારું કૃપા એની લેખું - ૨ નિશદિન તારા ગુણલા હું ગાવું, શિવમસ્તુ સર્વની ભાવના ભાવું,
જ્યારે જ્યારે યાદ કરું તુઝને હું દેખું, ધન્ય ધન્ય જીવન મારું કૃપા એની લેખું.
અનિષ્ટો સાથે સમાધાન કોઈ સંજોગોમાં સંભવે નહિ.