________________
પ૯૮
રત્નત્રયી ઉપાસના
ધડપણ આવશે ત્યારે ભજશું પહેલા ઘરના કામ તમારા, પછી ફરીશું તીરથધામ, આતમ એક દી ઉડી જાશે, તારું શરીર રહેશે પલંગમાં,
તું રંગાઈ જાને રંગમાં. ૫ બત્રીસ જાતના ભોજન જમતો, વેળા કરીને ભામ, એમાં કયાંથી સાંભળે સિદ્ધાચલ નામ. દાનપુણ્યથી દૂર રહ્યો, ફોગટ ફરે છે ઘમંડમાં (૨)
તું રંગાઈ જાને રંગમાં. ૬ રંગ-રાગમાં કયારે રટાશે, રહી જાશે આમને આમ, માટે ઓળખ તું આતમરામ. તું રંગાઈ જાને,
તું રંગાઈ જાને રંગમાં. ૭ -
(૧૦) હે ત્રિશલાના જાયા, હું માંગું તારી માયા, ઘેરી વળ્યા છે મુજને, મારા પાપોના પડછાયા. હે.૧ બાકુળાની ભિક્ષા વહોરી, ચંદનબાળા તારી (૨) ચંડકોશીના ઝેર ઉતારી, એને લીધો ઉગારી (૨) રોહિણી જેવા ચોર લૂંટારા, તુજ પંથ પલટાયા. હે.ર જુદા થઈને પુત્રી જમાઈ, કેવો વિરોધ કરતાં (૨) ગાળો દે ગોશાળો તોયે, દિલમાં સમતા ધરતાં (૨) ઝેરના ઘૂંટડા ગળી જઈને, પ્રેમના અમૃત પાયા. હે.૩ સુલસા જેવી શ્રાવિકાને, કરૂણા આણી સંભારી (૨) વિનવું છું હે મહાવીર સ્વામી, લેશો નહિ વિસારી (૨) સળગતા સંસારે દેજો, સુખની શીતલ છાયા. હે.૪
શત્રુંજય તીર્થની એકવાર પણ સ્પર્શના કરનાર જીવ ભવ્ય હોય છે.