________________
સ્તવન માળા
સ્તવન માળા
-
પ૯૪ કદી છોરું કછોરૂં થાયે, તું તો માવિતર કહેવાયે;
શીળી છાયાના દેનારા...તારી. મને જડતો નથી કિનારો, મારો ક્યાંથી આવે આરો;
મારા સાચા તારણહારા...તારી. છે મારું જીવન ઉદાસી, તું શરણે લે અવિનાશી;
મારા દિલમાં હે રમનારા..તારી.
(૩) ટહુકા કરતો જાય રે મોરલો, ટહુકા કરતો જાય, પહેલે ટહુકે ઊડીને આવ્યો, પાલીતાણાને ધામ, આદીશ્વર દાદાને લઈને તું તો, આવજે આપણે ગામ.
... કે મોરલો ટહુકા કરતો જાય બીજે ટહુકે ઊડીને આવ્યો, ગિરનારને ધામ. નેમનાથને લઈને તું તો, આવજે આપણે ગામ
... કે મોરલો ટહુકા કરતો જાય ત્રીજે ટહુકે ઊડીને આવ્યો, શંખેશ્વરને ધામ. પારસનાથને લઈને તું તો આવજે આપણે ગામ.
... કે મોરલો ટહુકા કરતો જાય ચોથે ટહુકે ઊડીને આવ્યો, ઉદેપુર ગામ. કેસરિયાને લઈને તું તો, આવજે આપણે ગામ.
... કે મોરલો ટહુકા કરતો જાય ટહુકા કરતો ઊડીને આવ્યો, સર્વે પ્રભુને સાથ. ભવના મુસાફિર ગુણલા ગાતા, પ્રભુજીનાં ગામો ગામ.
.. કે મોરલો ટહુકા કરતો જાય
'
' -
4
મi
F+ - -
:
: ક ક મા ..
કઈ રપ :..
-
સામે પગલે ચાલીને સારા કામના સાથીદાર બનો.