________________
૫૯૪
રત્નત્રયી ઉપાસના
(૪)
ઢોલીડા, ઢોલીડા, ઢોલીડા
ઢોલીડા તું ઢોલ ધીમો ધીમો વગાડના, પ્રભુ ભક્તિનો જો જે મહિમા વહી જાય ના; હો હો વીરપ્રભુની વાણી મેં અંતરથી એ જાણી. પ્રભુજીના ગુણલા ગાતા હૈયું આ ધરાયના; પ્રભુ ભક્તિનો જો જે મહિમા વહી જાય ના... ઢોલીડા હો હો પલપલ સમરૂં હૈયે આવું હું ઉમંગે, દર્શન કરતાં કરતાં મારી આંખડી ધરાય ના; પ્રભુ ભક્તિનો જો જે મહિમા વહી જાય ના... ઢોલીડા હો હો કરવી તો છે મારે આ સંયમની સાધના, આતમ દર્શન કેરો આ રંગ ઉડી જાય ના; પ્રભુ ભક્તિનો જો જે મહિમા વહી જાય ના... ઢોલીડા મુક્તિના પંથે મારી એક જ છે ભાવના આતમ ઝંખે મારી એક જ છે ભાવના, પ્રભુ ભક્તિનો જો જે મહિમા વહી જાય ના... ઢોલીડા ...
(૫)
પ્રભુજીને શોભતી
ટીલડી રે મારા એવી મેં તો ટીલડી ધડાવા... ઓ પ્રભુજી મારા... ટીલડી ધડાવવા હું તો સોની ઘેર ગ્યો'તો, સોનીડાએ ધાટ રૂડા ધડ્યા... ઓ પ્રભુજી મારા... ટીલટી ધડાવવા હું તો ઝવેરી ઘેર ગ્યો'તો, ઝવેરીએ હીરા મોતી જડીયા... ઓ પ્રભુજી મારા... એવી રે ટીલડી હું તો શંખેશ્વર લાવ્યો, શંખેશ્વરા પાર્શ્વને ચઢાવી... ઓ પ્રભુજી મારા...
તનનાં પાપ ઓછા હોય છે મનનાં વધુ હોય છે.