________________
દીક્ષા ગીતો
સોનાનાં પિંજરામાં નથી રે પુરાવું, હું તો ગગનવિહારી ગરૂડ મારી માત... બહારની દુનિયાના સિકંદર નથી થાવું,
હે મારો આદર્શ છે પ્રભુ મહાવીર મારી માત... ઝીણા ઝીણા ઝઘડામાં શહીદ નથી થાવું,
હે મારે સૌની સાથે સંપીને રહેવું મારી માત... સંસારી સગાવ્હાલાં કામ નહીં આવે,
હે મેં તો ગુરુજીથી બાંધી છે, પ્રીત મારી માત... જ્ઞાન અને ધ્યાન મારે કામ નહીં આવે,
હે મને ગુરુજીની કૃપા અપાવો મારી માત... મહાવીરે ચીંધ્યા રાહે બેટો તારો જાય છે.
હે મને હસીને આપજે આશિષ મારી માત...
હું તને વિનવું હું કદી ના રડીશ મારી માત...
હું તો અરિહંત અરિહંત જપું મારી માત...
મારૂં મન લાગ્યું સંયમમાં, મારૂં મન લાગ્યું દીક્ષામાં
卐
卐
ભગવાન તીર્થંકરદેવ વડે ચિંતવન કરવામાં આવેલી અવ આદિ બાર-ભાવના વૈરાગ્યની માતા છે, સમસ્ત જીવોનું હિત કરવાવાળી છે, દુઃખી જીવોને શરણભૂત છે, આનંદ ઉત્પન્ન કરવાવાળી છે, પરમાર્થમાર્ગને બતાવવાવાળી છે, તત્ત્વનો નિશ્ચય કરાવનારી છે, સમ્યક્ત્વ ઉત્પન્ન કરનારી છે, અશુભધ્યાનને નાશ કરનારી છે, આત્મકલ્યાણના અર્થી જીવે હંમેશા ચિંતવન કરવા યોગ્ય છે. (શ્રી ભગવતી આરાધના)
વિનય, વિશ્રામ, વિશ્વાસ, વિવેક અને વિનમ્રતા = માણસ.
પ૧