________________
પ૯૦
૦ રત્નત્રયી ઉપાસના હું તો અરિહંત અરિહંત જપું હું તો અરિહંત અરિહંત જપે મોરી માત, | મારું મન લાગ્યું સંયમમાં. હું તો સાસરિયે નહીં જાઉ મોરી માત..
મારું મન લાગ્યું સંયમમાં... બાગ ને બગીચા મને હવે નથી ગમતા, | હે મારે આત્મસ્વરૂપમાં રમવું છે માત... સિમલા ને માથેરાન મારે નથી જાવું,
હે બધાં તીર્થોની જાત્રા કરીશું મારી માત.. સૂટિંગ ને શટિંગ માટે કામ નહીં આવે,
હે મને ધોળાં ધોળાં કપડાં મંગાવો મારી માત... વાડી બંગલામાં મને સૂનું સૂનું લાગે,
હે મને વહાલો ઉપાશ્રય લાગે મોરી માત... ' એમ.એ.પી.એચ.ડી. મારે નથી કરવી,
મારા આત્માની ડિગ્રી મેળવવી રે મારી માત... હેરતણી સ્ટાઈલ મારે કામ નહીં આવે,
હે મારે માથે મુંડન કરાવું રે માત.. નોટોનાં બંડલ મારે હે નથી ગણવાં,
. હે મને નવકારવાળી આપો મારી માત.. રાત્રિભોજન મારે નથી કરવા, અભક્ષ-અનંતકાય મારે નથી ખાવા,
હું તો ઘેર ઘેર ગોચરી ફરીશ મારી માત... ક્ષણિક સુખમાં નથી લલચાવું,
હું તો ઝંખું છું કાયમનાં સુખ મારી માત...
* *
* * *
* *
* *
* *
ઉત્સવમાં વિનય, સમૃદ્ધિમાં ઘેર્ચ, ચીવનમાં સંયમ જ સફળ જીવનનું રહસ્ય છે.