________________
દીક્ષા ગીતો
પ૮૯
સંયમની મોરલી વાગી રે...
(રાગ : મોરલી વાગી રે. રાજાના કુંવર) સંયમની મોરલી વાગી રે........... ....લાડકડા કુંવર, હે.. ચાલોને સુણવા જઈએ મોરલી વાગી રે.... લાડકડા કુંવર. તું તો માયાને મૂકી ચાલ્યો રે.......લાડકડા કુંવર, તું તો બનવા શુભ અણગાર... મોરલી વાગી રે.. લાડકડા કુંવર. ૧ તને દુનિયા અસાર લાગી રે..................લાડકડા કુંવર; તારે સજવા સંયમ શણગાર... મોરલી વાગી રે.... લાડકડા કુંવર. ૨ તને માત-પિતા ભાઈ વિનવે રે.....................લાડકડા કુંવર; તું ન લે સંયમભાર.. મોરલી વાગી રે લાડકડા કુંવર. ૩ તું મારા કાળજડાની કોર રે.........................લાડકડા કુંવર; તું તો હૈયા કેરો હાર... મોરલી વાગી રે... લાડકડા કુંવર. ૪ તું તો ચાલ્યો ઉત્તમ પંથ રે............ .......લાડકડા કુંવર, મારી આંખે વહે અશ્રુધાર... મોરલી વાગી રે... લાડકડા કુંવર. ૫ તને સંસાર લાગ્યો ભંડો રે.................લાડકડા કુંવર; તને સંયમ લાગ્યો પ્યારો... મોરલી વાગી રે... લાડકડા કુંવર. ૬ જન્મ મરણના ફેરા ટાળવા રે...............લાડકડા કુંવર; તું તો ત્યાગી રહ્યો સંસાર... મોરલી વાગી રે લાડકડા કુંવર. ૭
ત્યાગ વિરાગનાં ફૂલો બિછાવજે રે.......................લાડકડા કુંવર; ખિલાવજે અંતરદ્વાર.. મોરલી વાગી રે... લાડકડા કુંવર. ૮ જ્ઞાન દર્શન ચરણને પાળજે રે...................લાડકડા કુંવર; વંદે હર્ષ શત શત વાર... મોરલી વાગી રે... લાડકડા કુંવર. ૯
શંકા રાખી બરબાદ થઈ જવા કરતાં વિશ્વાસ રાખી લૂંટાઈ જવું સારું.