________________
પ્રભાતિયાં
૫૮૩
પહેલું પોંખણું ધોસણું જાણીએ, ધોસરું ગાડલે મૂકાય રે પ્રેમ, ધર્મનું ધોસણું તેમ ઉપાડીએ, સંસારથી પાર પમાય રે પ્રેમે (૧) બીજે પોંખણે મુસલ જાણીએ, મુસલ ખાંડણીએ મૂકાય રે પ્રેમ, મુસલથી જેમ તંદુલ કાઢીએ, કમરથી જીવ જુદો થાય રે પ્રેમે (૨) ત્રીજે પોંખણે રવૈયો જાણીએ, રવૈયો ગોળીએ મૂકાય રે પ્રેમ, રવૈયે જેમ માખણ નીપજે, મોક્ષ સુખ તેમ લેવાય રે પ્રેમે (૩) ચોથે પોંખણે ત્રાકને જાણીએ, ત્રાક તે સૂતર થાય રે પ્રેમ, સંસષાર માંહે પ્રભુજી પોંખી શિવમાલા શીધ્ર પહેરાય રે પ્રેમે (૪) પાંચમે પોંખણે સરીયો જાણીએ, સરીયે વસ્તુ થાય રે પ્રેમ, સર્વ મંગલ તેમ ધર્મથી થાયે, કુમકુમ અક્ષતે વધારે પ્રેમે (૫) વરઘોડાને સામૈયા આદિમાં, મંગલ પોંખણા કરાય રે પ્રેમ, પાંચ મંગલ એમ નારી વૃંદ ગાવે, જિનેન્દ્ર લાગે પાય રે પ્રેમ (૬)
૧ ગવાયા રે
પ્રભાતિયાં (૧) સરી પરભાતે ઉઠીને સામા રહીયે રે
લઈએ રૂડા દેવોના નામે નમો નમો વીસે રંગે રે પહેલેરા આદીનાથ જગવીયા રે
બીજેરા અજિતનાથ દેવે નમો નમો વીસે રંગે રે ત્રીજેરા સંભવનાથ જગવીયા રે
ચોથેરા અભિનંદન દેવે નમો નમો વીસે રંગે થે ચાઈ દેવો મે તો જગવીયા રે " રાખ્યો મારા દેરાસરનો રંગે નમો નમો વીસે રંગે રે સરી પરભાતે ઉઠીને સામા રહીયે રે...
લઈએ રૂડા ગુરૂજીના નામે નમો નમો વીસે રંગે રે પહેલેરા રામસૂરિજી જગવીયા રે
બીજેરા અભયદેવ સૂરિ સૂરિ નમો નમો વીસે રંગે રે
નસીબમાં શ્રદ્ધા રાખવી ન જોઈએ, બલકે મહેનતમાં શ્રદ્ધા રાખો.