________________
પ્રભુ પોખણાના ગીત
પ૭૯
કંકુ છાંટીને લખીએ કંકોતરી કંકુ છાંટીને કંકોતરી મોકલી, માંહી લખિયા છે શુભ સંદેશ,
ઓચ્છવમાં પધારજો રે... વદ દશમ ઓચ્છવ મંડાય છે. શુભ મુહૂર્ત કુંભ-સ્થાપના થાય, પૂજાઓ ભણાય...
પૂજનમાં પધારજો રે.. વદ તેરશે નવગ્રહ પૂજના રે, કરે ભાવિક, - નર ને નાર ધરી ભાવ ઉદાર,
પૂજનમાં પધારજો રે... સુદ એકમ માગશરની શોભતી, પ્રભુજીને,
અઢાર અભિષેક કરાય, આશાતના દૂર થાય,
ક્રિયામાં પધારજો રે.. વરઘોડા ચડે બડા ઠાઠથી, જૈન શાસનની જ્યોત જગાય સમકિત
નિર્મળ થાય,વરઘોડામાં પધારજો રે.. સુદી બીજ અતિ રળિયામણી રે, - જિહાં શાંતિ-સ્નાત્ર ભણાય રે,
લાખેણી આંગી રચાય, પૂજનમાં પધારજો રે... એમ અઠ્ઠાઈ મહોત્સવ, સંઘ ઊજવે રે... એમ વરતે જયજયકાર,
મહોત્સવમાં પધારજો રે... કંકુ છાંટીને કંકોતરી મોકલી, માંહી લખિયા છે શુભ સંદેશ,
ઓચ્છવમાં પધારજો રે.... % 圖
-
જે આત્મા પોતાની રક્ષા ન કરી શકે તે પારકી શી રીતે કરે ?