________________
પ૭૮
રત્નત્રયી ઉપાસના
ત્રીજે ભવે વિદ્યાધરું, તિહાં ચિત્રગતિ રાજકુમાર રે, વાલા ભૂપતિ પદવી ભોગવી, હું રત્નાવતી તુજ નાર રે. વાલી ૫ મહાવ્રત પાળી સાધુના, તિહાં ચોથે ભવે સુરદાર રે, વાલા આરણ્ય દેવલોકે બેઉ જણાસુખ વિલમ્યાં સવિકાર રે. વાલા ૬ પાંચમો ભવ અતિ શોભતો, તિહાં નૃપ અપરાજિત સાર રે, વાલા પ્રીતીમતિ હું તાહરી, થઈ પ્રભુ હૈયાનો હાર રે. વાલા 9 ગ્રહી દીક્ષા હરખે કરી, તિહાં છઠે ભવે સુરદાર રે, વાલા માહેન્દ્ર દેવલોકમાં તિહાં, સુખ વિકસ્યાં વારોવાર રે. વાલા ૮ , શંખરાજા ભવ સાતમો, તિહાં યશોમતી પ્રાણ આધાર રે, વાલા વીશસ્થાનક તિહાં ફરસતાં, જિનવર પદ બાંધ્યું સાર રે વાલા ૯
આઠમે ભવ અપરાજિતે, તિહાં વર્ષ ગયા બત્રીસ હજાર રે વાલા . આહારની ઈચ્છા ઉપની, એતે પુરવ પુન્ય પ્રકાર રે. વાલા ૧૦ હરિવંશ કુળમાં હું ઉપની, મારી શિવાદેવી સાસુ મલ્હાર રે, વાલા નવમેં ભવે કયાં પરિહરો, પ્રભુ રાખો લોક વ્યવહાર રે. વાલા ૧૧ - એરે સંબંધ સુણી પાછલો, તિહાં નેમજી ભણે બ્રહ્મચારી રે, વાલા હું તમને તેડવા કારણે, કાંઈ આવ્યો સસરાજને દરબાર રે. વાલા ૧ર અવિચલ કીધો એણે સાહિબો, રૂડો નેહલો મુક્તિમાં જાય રે, વાલા માની વચન રામતી, તિહાં ચાલી પિઉડાની લાર રે. વાલા ૧૩ ધન્ય ધન્ય જિન બાવીશમો, જિણે તારી પોતાની નાર રે, વાલા ધન્ય ધન્ય ઉગ્રસેનની નંદિની, જે સતીઓમાં શિરદાર રે. વાલા ૧૪ સંવત સત્તર ઈકોતરે, તિહાં શુભવાર રે, વાલા કાંતિવિજય રાજુલનાં, તિહાં ગુણ ગાયા શ્રીકાર રે. વાલા ૧૫
અન્યને સજા કરવા જતાં પોતે સળગી ઉઠનાર સ્વયં સજાપાત્ર છે.