________________
શ્રી ને.ભ.નવભવની સઝાય
પCG
પાછા તોરણથી આવી વળ્યા, કરી અમને તે કંતવિયોગી રે, કંસાર મુજ ચાખ્યા વિના, વાલો હુઓ છે ભિક્ષાનો ભોગી રે. પિયુજી રૂડી શ્યામ ઘટા ગગને ધરી, વાલો શામલ સુંદર વાને રે; સહસાવને સમતા ધરી, રહ્યા મૌન તે ઉજ્જવલ ધ્યાને રે. પિયુજી ૩ કોઈ દોષ વિના દયિતા તજી, મને મેલી છે બાળે વેષ રે; યૌવનવયમાં એકલી, તજ પિયુજી ચાલ્યા પરદેશ રે. પિયુજી ૪ સહુ યાદવ સાખે નવિ દીયો, જો હાથની ઉપર હાથ રે; હાથ મેલાવીશ મસ્તકે, દેવદેવી સાખે જગનાથ રે. પિયુજી ૫ ઈમ રાજુલ રાગ વિરાગસે, નેમ નામનો મંત્ર જપાય રે; કાલાંતરે પ્રભુ કેવલી, સુણી રાજુલ વંદન જાય રે. પિયુજી ૬ ચરણધરે નવભવ સુણી, શિવ પહોંચ્યા સલુણી નાહ રે; ગોત્ર વિનાશે ઉપજ્યો, ગુણ અગુરુ લઘુ અવગાહ રૂ. પિયુજી ૭ સિદ્ધ સાદિ અનંતે ભંગશું, રંગ રીઝે બની ખરી પ્રીત રે; શ્રી શુભવીર વિનોદશે, નિત્ય આવે છે ખિણ ખિણ ચિત્ત રે. પિયુજી ૮
E શ્રી નેમિનાથ ભગવાનનાં નવભવની સજઝાય રાણી રાજુલ જોડી કહે, એ તો જાદવકુલ શણગાર રે વાલા મારા, આઠ ભવનો નેહલો, પ્રભુ મત મેલો વિસારી રે. વાલા ૧ વારિ હું જિનવર નેમ, એક વિનતડી અવધાર રે, વાલા સુરતરૂ સરખો સાહિબો, હું તો નિત્ય નિત્ય ધરું દેહાર રે. વાલા ૨ પ્રથમ ભવે ધનવંતીનો, તું ધન નામે ભરથાર રે. વાલા નિશાળે જાતાં મુજને, છાનો મેલ્યો મોતી કેરો હાર રે. વાલા ૩ દીક્ષા લેઈ હરખે કરી, તિહાં દેવ તણો અવતાર રે, વાલા ક્ષણ વિરહો ખમતાં નહીં, તિહાં પણ ધરતાં પ્યાર રે. વાલા ૪
સ્વાશ્રય અને સંયમ એ બન્ને ચારિત્ર્યના ફેફસાં છે.