________________
૫૭૬
રત્નત્રયી ઉપાસના
દીક્ષા લીધી ત્યાં નવ લાગી વાર, સાથે મુનિવર એક હજાર; ગિરનારે જઈ કારજ કીધું, પંચાવનમે દહાડે કેવળ લીધું. ૭૪ પામ્યા વધાઈ રાજુલ રાણી, પીવા ન રહ્યાં અંગળું પાણી; નેમને જઈ ચરણે લાગી, પીઉજી પાસે મોજ ત્યાં માગી. ૭૫ આપો કેવલ તમારી કહાવું, હું તો શોક્યને જોવાને જાવું; દીક્ષા લઈને કારજ સિધ્યું, ઝટપટ પોતે કેવળ લીધું. ૭૬ મલ્યું અખંડ એ આતમ રાજ, ગયા શિવસુંદરી જોવાને કાજ; સુદની આઠમ અષાઠ ધારી, નેમજી વરીયા શિવવધૂ નારી. ૭૭ નેમ રાજુલની અખંડ ગતિ, વર્ણન કેમ થાય મારી શી મતિ; યથારથ કહ્યું બુદ્ધિ પ્રમાણે, બેઉના સુખ તો કેવળી જાણે. ૭૮ ગાશે ભણશે ને જે કોઈ સાંભળશે, તેના મનોરથ પુરા એ કરશે; સિદ્ધનું ધ્યાન હૃદય જે ધરશે, તે તો શિવવધૂ નિષે વરશે. ૭૯ સંવત ઓગણીશ શ્રાવણ માસ, વદની પાંચમનો દિવસ ખાસ; વાર શુક્રનું ચોઘડીયું સારૂં, પ્રસન્ન થયું મનડું મારૂં. ૮૦ ગામ ગાંગડના રાજા રામસીંગ, કીધો સલોકો મનને ઉછરંગ; મહાજનના ભાવ થકી મેં કીધો, વાંચી સલોકો સારો જશ લીધો. ૮૧ શહેર ગુજરાતના રહેવાસી જાણો, વીશા શ્રીમાળી નાત પ્રમાણો; પ્રભુ કૃપાથી નવવિધિ થાય, બેઉ કર જોડી સુર શશિ ગાય. ૮ર નામે દેવચંદ પણ સુર શશિ કહીએ, બેઉનો અર્થ એકજ લઈએ; દેવ સૂર્ય ને ચંદ્ર છે શશિ, વિશેષ વાણી હ્રદયમાં વશી. ૮૩
શ્રી નેમીનાથ ભગવાનનું સ્તવન સખી શ્રવણની છઠ્ઠ ઉજળી, ભલી વિજળીનો ઝબકાર રે, એતી વેળા પિયુજી રહ્યા, રાણી રાજુલને દરબાર રે.
પિયુજી વસે કૈલાસમાં પિયુજી ૧
===
ચીજ બધી દેવાય, પણ સામાનું એકાંતે કલ્યાણ થાય તેવી.