________________
શ્રી નેમનાથ ભગવાન સલોકો
પ૭૫
પાન સોપારીને શ્રીફળ જોડે, ભરી પોસને ચઢ્યા વરઘોડે; ચઢી વરઘોડો ચઉટામાં આવે, નગરની નારીઓ તેમને વધાવે. ૬૧ વાજા વાગે ને નાટારંભ થાય, નેમ વિવેકે તોરણે જાય; ઘુસળ મુસળ ને રવૈયો લાવ્યા, પોંખવા કારણ સાસુજી આવ્યા. દર દેવ વિમાને જુએ છે ચડી, નેમ નહિ પરણે જાશે આ ઘડી; એવામાં કીધો પશુએ પોકાર, સાંભળો અરજી નેમ દયાળ. ૬૩ તમો પરણશો ચતુર સુજાણ, પ્રભાતે જાશે પશુઓના પ્રાણ; માટે દયાળુ દયા મનમાં દાખો, આજ અમોને જીવતા રાખો. ૬૪ એવો પશુઓનો સુણી પોકાર, છોડાવ્યા પશુઓ નેમ દયાળ; પાછા તો ફરીયા પરણ્યા નહી, કુંવારી કન્યા રાજુલ રહી. ૬૫ રાજુલ કહે છે ન સિધ્યા કાજ, દુશમન થયા પશુડા આજ; સાંભળો સર્વે રાજુલ કહે છે, હરણીને તહાં ઓળંભા દે છે. ૬૬ ચંદ્રમાને તે લંછન લગાડ્યું, સીતાનું હરણ તે કરાવ્યું; મહારી વેળા તો ક્યા થકી જાગી, નજર આગળથી જાને તું ભાગી. ૬૭ કરે વિલાપ રાજુલ રાણી, કર્મની ગતિ મેં તો નહિ જાણી; આઠ ભવની પ્રીતિને ઠેલી, નવમે ભવે કુંવારી મેલી. ૬૮ એવું નવ કરીયે નેમ નગીના, જાણું છું મન રંગના ભીના; તમારા ભાઈ એ રણમાં રઝળાવી, તે તો નારી એ ઠેકાણે ના આવી. ૬૯ તમો કુળ તણો રાખો છો ધારો, આ ફેરા આવ્યો તુમારો વારો; વરઘોડે ચડી મોટો જશ લીધો, પાછા વળી ફજેતો કીધો. ૭૦ આંખો અંજાવી પીઠી ચોળાવી, વરઘોડે ચડતા શરમ કેમ ના આવી; મહોટે ઉપાડે જાન બનાવી, ભાભીઓ પાસે ગીતો ગવરાવી. ૭૧ એવા ઠાઠથી સર્વને લાવ્યા, સ્ત્રી પુરૂષોને ભુલા ભમાવ્યા; ચાનક લાગે તો પાછેરા ફરજો, શુભ કારજ અમારું કરજો. ૭૨ પાછા ન વળીયા એક જ ધ્યાન, દેવા માંડ્યું તીહાં વરસી જ દાન; દાન દઈને વિચાર કીધો, શ્રાવણ સુદી છઠનો મુહુરત લીધો. ૭૩ .
દીક્ષાના જીવનમાં મન નિર્મળ હોવું જરૂરી છે. તો તન નિરોગી હોવું ખૂબ જરૂરી છે.