________________
પ૭૪
રત્નત્રયી ઉપાસના
ઘોડાવેલોને બગી બહુ જોડી, મ્યાના ગાડીઓ જોતર્યા ધોરી; બેઠા યાદવ તે વેડ વાંકડીયા, સોવન મુગટ-હીરલે જડીયા. ૪૮ કડાં પોચીઓ બાજુબંધ કસીઆ, સાલો દુસાલો ઓઢે છે રસિયા; છપ્પન કોટી બરાબરીઆ જાણુ, બીજા જાનઈઆ કેટલા વખાણું. ૪૯ જાનડીઓ શોભે બાલુડે વેશે, વિવેક મોતી પરોવે કેશે, સોળે શણગાર ધરે છે અંગે, લટકે અલબેલી ચાલે ઉમંગે. ૫૦ લીલાવટ ટીલડી દામણી ઝલકે - જેમ વિજલી વાદલે ચમકે, ચંદ્રવદની મૃગા જો નેણી, સિંહલંકી જેની નાગશી વેણી. ૫૧ રથમાં બેસીને બાળક ધવરાવે, બીજી પોતાનું ચીર સમરાવે; એમ અનુક્રમે નારી છે ઝાઝી, ગાય ગીત ને થાય રાજ. પર કોઈ કહે ધન્ય રાજુલ અવતાર, નેમ સરીખો પામી ભરથાર, કોઈ કહે પુષ્ય નેમનું ભારી તે થકી રાજુલ મળિયા નારી. ૫૩ એમ અન્યોન્ય વાદ વદે છે, હોટું મલકાવી વાતો કરે છે, કોઈ કહે છે અમે જઈશું વહેલી, બળદને ધી પાઈશું પેલી. ૫૪ કોઈ કહે અમારા બળદ છે ભારી, પોંચી ન શકે દેવ મોરારી; એવી વાતોના ગપોટા ચાલે, પોત પોતાના મનમાં મહાલે. ૫૫ બહોંતેર કલા ને બુદ્ધિ વિશાળ, નેમજી નાહીને ધરે શણગાર; પહેરી પિતાંબર જળકશી જામા, પાસે ઉભા છે તેમના મામા. ૨૬ માથે મુગટ ને હીરલે જડીયો, બહુ મૂલો છે કસબીનો ઘડીયો; કાને કુંડલ બહુમૂલા મોતી, શેરીની નારીઓ તેમને જોતી. પ૭ કંઠે નવસેરો મોતીનો હાર, બાંધ્યો બાજુબંધ નવ લાગી વાર; દશે આંગળીએ વેઢને વીંટી, આણી દીસે છે સોનેરી લીટી. ૫૮ હીરા બહુજડીયા પાણીના તાજા, કડાં સાંકળા પેરે વરરાજા; મોતીનો તારો મુગટમાં ઝળકે, બહુ તેજથી કલગી ચળકે. ૫૯ રાધાએ આવી આંખડી આંજી, બહુ ડાહી છે નવ જાય ભાંજી; કુમકુમનું ટીલું કીધું છે ભાલે, ટપકું કસ્તુરી કરે છે ગાલે. ૬૦
શું થશે ? તે ભાગ્યને આધિન છે. પણ શું કરવું ? તે મનુષ્યને આધિન છે.