________________
શ્રી નેમનાથ ભગવાન લોકો
પ૭૩
F. અજી.જજાની નજીકમર ક
લ
w
Me અક્ર.-4
se
wટક
.”
'ક્ષર ૯ર૪રા પડકા, દાઢwe hકાનો
કલ્લા સાંકળા ઉપર - સિંહમોરા મરકત બહુમૂલા નંગ ભલેરા; તુલસી પાટીયા જડાવ જોઈએ, કાળી ગાંઠીથી મનડું મોહીએ. ૩૫ કાંઠલી સોહીયે ઘુઘરીયાલી, મનડું લોભાયે ઝુમણુ ભાળા; નવસેરો હાર મોતીની માળા, કાને એરીંગ સોનેરી માળા. ૩૬ મચકણિયા જોઈએ મૂલ ઝાઝાનાં, ઝીણા મોતી પણ પાણી તાજાના; લીલાવટ ટીલડી શોભે બહુ સારી, ઉપર દામણી મૂલની ભારી. ૩૭ ચીર ચુંદડી ઘરચોળા સાડી, પીળી પટોળી માંગશે દહાડી; બાંટ ચુંદડી કસબી જોએ, દશરા દિવાળી પહેરવા જોઈએ. ૩૮ મોંઘા મૂલાના કમખા કહેવાય, એવડું નેમથી પુરું કેમ થાય; માટે પરણ્યાની પાડે છે નાય નારીનું પુરૂં શી રીતે થાય. ૩૯ ત્યારે લક્ષ્મીજી બોલ્યા પટરાણી, દીયરના મનની વાત મેં જાણી; તમારું વેણ માથે ધરીશું, બેઉનું પુરૂ અમે કરીશું. ૪૦ માટે પરણો અનુપમ નારી, તમારો ભાઈ-દેવ મોરારી; બત્રીસ હજાર નાર છે જે હને, એકનો પાડ ચઢશે તેહને. ૪૧ માટે હૃદયથી ફીકર ટાળો, કાકાજી કેરું ઘર અજવાળો; એવું સાંભળીને તેમ-ત્યાં હસીયા, ભાભીનો બોલ હૃદયમાં વસીયા. ૪૨ ત્યાં તો કૃષ્ણને ઘેર દીધી વધાઈ, નિશે પરણશે તમારા ભાઈ: ઉગ્રસેન રાજા ઘેર છે બેટી, નામે રાજુલ ગુણની પેટી. ૪૩ નેમજી કેરો ત્યાં વિવાહ કીધો, શુભ લગ્નનો દિવસ લીધો; મંડપ મંડાવ્યા કૃષ્ણજી રાય, નેમને નિત ફૂલેકા થાય. ૪૪ પીઠી ચોળે ને માનિની ગાય, ધવળમંગળ અતિ વરતાય; તરીયા તોરણ બાંધ્યાં છે બાર, મળી ગાય છે સોહાગણ નાર. ૪૫ જાન સજાઈ કરે ત્યાં સારી, હલબલ કરે દેવ-મોરારી, વહુવારું વાતો કરે છે છાને, નહી રહીએ ઘેર જઈશું જાને. ૪૬ છપ્પન ક્રોડ જાદવનો સાથ, ભેળા કૃણ બળભદ્ર ભાત; ચઢીયા ઘોડલે મ્યાના અસ્વાર, સુખપાળ કેરો લાધે નહી પાર. ૪૭
રજતજી કયા, મક
ક્રોધી પોતાનું તો બગાડે, સાથે રહેનારની શાન્તિને પણ નોખમાં મુકે છે.