________________
શ્રી નેમનાથ ભગવાન સલોકો
રમત
કરવા જાય છે તિહાં, દીઠી આયુધશાલા છે. જિહાં; નેમ પૂછે છે સાંભળો ભ્રાત. આ તે શું છે રે કહો તુમે-વાત. ત્યારે સરવે સહુ બોલ્યા ત્યાં વાણ, સાંભળો નેમજી - ચતુર સુજાણ; તમારો ભાઈ કૃષ્ણ જે કહીએ, તેને - બાંધવા આયુધ જોઈએ. શંખ ચક્ર ને ગદા એ – નામ, બીજો બાંધવ ઘાલે ન હામ; એહવો બીજો; કોઈ બળીયો ો થાય, આવા આયુધ તેણે બંધાય. ૧૦ નેમ કહે છે ઘાલુ હું હામ, એમાં ભારે શું હોટુ – છે કામ ? એવું કહીને શંખ જ લીધો, પોતે વગાડી નાદ કિધો. ૧૧ તે ટાણે થયો હોટો ડમડોલ, સાયરના નીર ચડ્યાં કલ્લોલ; પરવતની ટુંકો પડવાને લાગી, હાથી ઘોડા તો જાય છે ભાગી. ૧૨ જબકી નારીઓ નવ લાગી વાર, તૂટ્યા નવસેરા મોતીના - હાર; ધરા ધ્રુજે ને મેઘ ગડગડીએ, મ્હોટી ઈમારતો - તૂટીને પડીયો. ૧૩ `સહુનાં કાળજા ફરવાને લાગ્યાં, સ્ત્રી પુરૂષ જાય છે ભાગ્યા;
કૃષ્ણ બલભદ્ર કરે છે વાત, ભાઈ શો થયો આ તે ઉત્પાત ? ૧૪ શંખનાદ તો બીજે નવ થાય, એહવો બળિયો તે કોણ કહેવાય ? કાઢો – ખબર આ તે શુ થયું ?, ભાગ્યું નગર કે કોઈ – ઉગરીયું ? ૧૫ તેટાણે કૃષ્ણ પામ્યા વધાઈ, એ તો
તમારો નેમજીભાઈ;
કૃષ્ણ પૂછે છે નેમને વાત, ભાઈ શો કીધો આ તેં ઉત્પાત ? ૧૬ નેમજી કહે સાંભળો હરિ, મે તો અમસ્તી રમત કરી; અતુલી બળ દીઠું – નાનડે વેશે કૃષ્ણજી જાણે એ રાજને લેશે. ૧૭ ત્યારે વિચાર્યું દેવ મોરારિ, એને પરણાવું સુંદર નારી; ત્યાં બળ એનું ઓછું જો થાય, તો આપણે અહીં રહેવાય. ૧૮ એહવો વિચાર મનમાં આણી, તેડ્યાં લક્ષ્મીજી આઠે પટરાણી; જળક્રિડા કરવા તમે સહુ જાઓ, નેમજીને તુમે વિવાહ મનાવો. ૧૯ ચાલી પટરાણી સરવે સાજે, ચાલો દેવરીયા નાવાને કાજે; જળક્રિડા કરતાં બોલ્યા રૂકમણી, દેવરીયા પરણો - છબીલી રાણી. ૨૦ વાંઢા નવિ રહીએ દેવર નગીના, લાવો દેરાણી રંગના; ભીના નારી વિનાનું દુ:ખ છે ઘાડુ, કોણ રાખશે બાર ઉઘાડું ? ૨૧
-
-
-
-
८
૫૧
E
સમ
દુઃખો દૂર કરવાનો રસ્તો છે:- “પુણ્યવૃદ્ધિ” તે પ્રભુભક્તિથી જ શક્ય છે.