________________
પ૭૦
રત્નત્રયી ઉપાસના
*
*
~
*
સ્વ-~-~
અક્ષય ખજાનો નાથનો રે, મેં દીઠો ગુરુ ઉપદેશ; લાલચ લાગી સાહીબા રે, નવિ ભજીએ કુમતિનો લેશ રે. ૧૦ મોટાનો જે આશરો રે, તેથી પામીયે લીલ વિલાસ દ્રવ્ય ભાવ શત્રુ હણી રે, શુભવીર સદા સુખવાસ રે ૧૧
કળશ
ઓગણીસ એકે, વરસ છેકે, પૂર્ણિમા શ્રવણ વરો, મેં શુક્યો લાયક વિશ્વનાયક, વર્ધમાન જિનેશ્વરી, સંવેગ રંગ તરંગ ઝીલે, જસવિજયે સમતા ધરો, શુભવિજય પંડિત ચરણસેવક, વીરવિજય જય જય કરો ૧
શ્રી નેમનાથ ભગવાન સલોકો સરસ્વતી માતા તુમ પાય લાગું, દેવગુરુ તણી, - આજ્ઞા માંગું જિલ્લા અગ્રે તુ બેસજે આઈ, વાણી - તણી તુ કરજે સવાઈ. ૧ આઘો પાછો કોઈ અક્ષર – થાવે, માફ કરજે જે દોષ કાંઈ ન આવે; તગણ સગણ - ને જગણના ઠાઠ, તે આજે દઈ ગણ છે આઠ. ૨ કીયા - સારા ને કીયા નિષેધ, તેનો ન જાણું ઉડાથે ભેદ, કવિજન આગળ મારી શી મતિ, દોષ ટાળજો માતા - સરસ્વતી. ૩ નેમજી કેરો કહીશું સલોકો, એક ચિત્તેથી - સાંભળજો લોકો; રાણી શિવાદેવી સમુદ્ર રાજા, તસ કુળ આવ્યા કરવા દિવાજા ૪ ગર્ભે કાર્તિક વદી બારસે રહ્યા નવ માસ વળી, આઠ દિન થયા; પ્રભુજી-જખ્યાની તારીખ જાણું, શ્રાવણ સુદ પાંચમ ચિત્રા-વખાણું. ૫ જન્મ્યા તણી તો નોબત વાગી, માતા - પિતાને કીધા વડભાગી; તરિયા તોરણ બાંધ્યા છે બાર, ભરી મુકતાફલ વધારે નાર. ૬. અનુક્રમે પ્રભુજી મોટેરા થાય, ક્રીડા કરવાને નેમજી જાય; સરખે સરખા તે - સંગાતે છોરા, લટકે બહુમૂલા કલગી તોરા. ૭
કપડા બદલવાથી સાધુ થવાતું નથી સ્વભાવ બદલવાથી સાધુ થવાય છે.