________________
પ૯
શ્રી મ.ભ.ના ૨૭ ભવનું સ્તવન ૦.
લાખ વરસ દીક્ષા, પર્યાય તે પાળતા, છવ્વીશમે ભવ, પ્રાણત કલ્પ દેવતા; સાગર વીશનું જીવિત, સુખભર ભોગવે, શ્રી શુભવીર જિનેશ્વર, ભવ સુણજો હવે. ૬
ઢાળ ૫ મી
(બાબુલ કી દુઆ) નયર માહણકુડમાં વસે રે, મહાઋદ્ધિ ઋષભદત્ત નામ; દેવાનંદા દ્વિજ શ્રાવિકા રે, પેટ લીધો પ્રભુ વિસરામ રે. ૧
બાશી દિવસને અંતરે રે, સુર હરિશૈગમેષી આય; સિદ્ધારથ. રાજા ઘરે રે, ત્રિશલાકૂબે છટકાય રે. ૨ નવ માસાંતરે જનમિયા રે, દેવ દેવીએ ઓચ્છવ કીધ; પરણી યશોદા યૌવને રે, નામે મહાવીર પ્રસિદ્ધ રે. ૩ સંસાર લીલા ભોગવી રે, ત્રીશ વર્ષે દીક્ષા લીધી બાર વર્ષે હુઆ કેવલી રે, શિવ વહુનું તિલક શિર દીધ રે. ૪ સંઘ ચતુર્વિધ થાપીઓ રે, દેવાનંદા ઋષભદત પ્યાર; સર્ષયમ દેઈ શિવ મોકલ્યા રે, ભગવતી સૂત્રે અધિકાર રે. ૫ ચોત્રીશ અતિશય શોભતા રે, સાથે ચઉદ સહસ અણગાર; છત્રીસ સહસ તે સાધવી રે, બીજો દેવ દેવી પરિવાર રે. ૬ ત્રીશ વરસ પ્રભુ કેવળી કરે, ગામ નગર તે પાવન કીધ; - ન્હોતેર વરસનું આઉખું રે, દીવાળીએ શિવપદ લીધ રે 9
અગુરુલઘુ અવગાહને રે, કીયો સાદિ અનંત નિવાસ; મોહરાય મલ્લ મૂલશું રે, તન મન સુખનો હોય નાશ રે. ૮ તુમ સુખ એક પ્રદેશનું રે, નવિ માવે લોકાકાશ; તો અમને સુખીયા કરો રે, અમે ધરીએ તમારી આશ રે. ૯
પ્રેમ બધાને આપો વિશ્વાસ એકમાં રાખો.