________________
પ૬૮
રત્નત્રયી ઉપાસના
=
સંભૂતિ મુનિ પાસે અણગાર, દુષ્કર તપ કરી વરસ હજાર, માસખમણ પારણું ધરી દયા, મથુરામાં ગોચરીયે ગયા. ૮ ગાયે હણ્યા મુનિ પડીયા વસા, વિશાખાનંદી પિતરીયા હસ્યા; ગૌશૃંગ મુનિ ગર્વે કરી, ગગન ઉછાળી ધરતી ધરી. ૯ તપ બળથી હોજો બળ ઘણો, કરી નિયાણું મુનિ અણસણી; સત્તરમેં મહાસુકે સુરા, શ્રી શુભવીર સત્તર સાગરા. ૧૦ :
ઢાળ ૪ થી અઢારમેં ભવે સાત, સુપન સૂચિત સતી, પોતનપુરીએ પ્રજાપતિ, રાણી મૃગાવતી, તસ સુત નામે ત્રિપૃષ્ઠ, વાસુદેવ નિપન્યા, પાપ ઘણું કરી સાતમી, નરકે ઉપન્યા. ૧ વીસમું ભવ થઈ સિંહ, ચોથી નરકે ગયા, તિહથી ચ્યવી સંસારે ભવ બહુલા થયા; બાવીશમે નર ભવ લહી, પુણ્યદશા વર્યા, ત્રેવીસમે રાજધાની, મૂકાયે સંચર્યા. ૨ રાય ધનંજય ધારિણી, રાણીએ જનમિયા, લાખ ચોરાશી પૂરવ આયુ છવિયા; ' પ્રિય મિત્ર નામે, ચક્રવર્તી દીક્ષા લહી, કોડી વરસ ચારિત્ર, દશા પાળી સહી. ૩ મહાશુક્ર થઈ દેવ, ઈણે ભરત ચ્યવી, છત્રિકા નયરીએ જિતશત્રુ રાજવી, ભદ્રા માય લખ પચવીશ, વરસ સ્થિતિ ધરી, નંદન નામે પુત્ર દીક્ષા આચરી. ૪ અગીયાર લાખને એશી હજાર છસે વળી, ઉપર પીસ્તાલીશ અધિક પણ દિન રળી; વીસસ્થાનક માસખમણે યાજજીવ સાધતાં, તિર્થંકર નામકર્મ તિહાં નિકાચતાં. ૫
ભતિ પાણી છે, જ્ઞાન સાબુ છે એકલો સાબુ ઘસવાથી મેલ ન નીકળે.