SearchBrowseAboutContactDonate
Page Preview
Page 802
Loading...
Download File
Download File
Page Text
________________ પss રત્નત્રયી ઉપાસના પગવટીએ ભેળાં કર્યા રે, કહે મુનિ દ્રવ્ય એ માર્ગ, સંસારે ભૂલા ભમો રે, ભાવ માર્ગ અપવર્ગ રે. પ્રાણી ૦૫ દેવગુરુ ઓળખાવીયા રે, દીધો વિધિ નવકાર, પશ્ચિમ મહાવિદેહમાં રે, પામ્યો સમકિત સાર રે. પ્રાણી ૦૬. શુભ ધ્યાને મરી સુર હુઓ રે, પહેલા સ્વર્ગ મોજાર, પલ્યોપમ આયુ ઍવી રે, ભરત ઘરે અવતાર રે. પ્રાણી 60 નામે મરીચિ યૌવને રે, સંયમ લીયે પ્રભુ પાસ, દુષ્કર ચરણ લહી થયો રે, ત્રિદંડીક શુભવાસ રે. પ્રાણી ૦૮ (ચોપાઈની દેશી) (મારે જોવો રે પ્રભુજી) નવો વેષ રચે તેણી વેળા, વિચરે આદીશ્વર ભેળા; . જળ થોડે સ્નાન વિશેષે, પગે પાવડી ભગવે વેશે. ૧ ધરે ત્રિદંડી લાકડી મ્હોટી, શિર મુંડણ ને ધરે ચોટી; વળી છત્ર વિલેપન અંગે, થુલથી વ્રત ધરતો રંગે. ૨ સોનાની જનોઈ રાખે, સહુને મુનિ મારગ ભાખે; સમોસરણે પૂછે નરેશ, કોઈ આગે હોશે જિનેશ. ૩ જિન જંપે ભરતને તામ, તુજ પુત્ર મરીચિ નામ; વીર નામે થશે જિન છેલ્લા, આ ભરતે વાસુદેવ પહેલા. ૪ ચક્રવર્તિ વિદે હે થાશે, સુણી આવ્યા ભરત ઉલ્લાસે; મરીચિને પ્રદક્ષિણા દેતાં, નમી વંદીને એમ કહેતા. ૫ તમે પુન્યાઇવંત ગવાશો, હરિ ચઢી ચરમ જિન થાશો, નવિ વંદુ વિદંડિક વેષ, નમું ભક્તિયે વીર જિનેશ. ૬ એમ સ્તવના કરી ઘરે જાવે, મરીચિને મન હર્ષ ન ભાવે; મારે ત્રણ પદવીની છાપ, દાદા જિન ચક્રી બાપ. ૭ અમે વાસુદેવ ધુર થઈશું, કુલ ઉત્તમ માહરે કહીશું; નાચે કુળ મદશું ભરાણો, નીચ ગોત્ર તિહાં બંધાણો. ૮ ઓકી દાતણ જે કરે, નયણે હરડે ખાય, દૂધે વાળું જે કરે, તસઘર વેદ્ય ન જાય.
SR No.006087
Book TitleRatnatrayi Upasna
Original Sutra AuthorN/A
AuthorKakaldas Hirachand Ajbani Parivar
PublisherKakaldas Hirachand Ajbani Parivar
Publication Year2006
Total Pages1214
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy