________________
પs૨
૧
૦
રત્નત્રયી ઉપાસના
રત્નત્રયી ઉપાસના
-~
-
--
શ્રી મહાવીર સ્વામીનું હાલરડું માતા ત્રિશલા ઝુલાવે પુત્ર પારણે, ગાવે હાલો હાલો હાલરવાના ગીત; સોને રૂપાને વળી રતને જડીયું પારણું, રેશમ દોરી ઘુઘરી વાગે છુમ છુમ રીત. હાલો હાલો હાલો હાલો હારા નંદને. હાલો ૦૧ જિન પાસ પ્રભુથી વરસ અઢીસે અંતરે, હોશે ચોવીસમો તીર્થંકર જિન પરિમાણ; કેશી સ્વામી મુખથી એવી વાણી સાંભળી, સાચી સાચી હુઈ તે માટે અમૃતવાણ હાલો ૦૨ ચૌદે સ્વપ્ન હોવે ચક્રી કે જિનરાજ, વીત્યા બારે ચક્રી નહિ હવે ચક્રી રાજ; જિન પાસ પ્રભુના શ્રી કેશી ગણધાર; તેહને વચને જાણ્યા ચોવીશમા જિનરાજ. હાલો ૦૩ મારી કૂખે આવ્યા ત્રણ ભુવન શિરતાજ, મારી કૂખે આવ્યા તરણતારણ જહાજ; મારી કૂખે આવ્યા સંઘ તીરથની લાજ, હું તો પુન્ય પનોતી ઈંદ્રાણી થઈ આજ. હાલો ૦૪ મુજને દોહલો ઉપન્યો બેસું ગજ અંબાડીએ, સિંહાસન પર બેસું ચામર છત્ર ધરાય; એ સહુ લક્ષણ મુજને નંદન તારા તેજનાં, તે દિન સંભારું ને આનંદ અંગ ન માય. હાલો ૦૫
આજ્ઞા એજ વફાદારી, આજ્ઞા એજ આરાધના, આજ્ઞા એજ સાધના છે.