SearchBrowseAboutContactDonate
Page Preview
Page 793
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી રત્નાકર પચ્ચીસી પપ૭. જૈનધર્મ પામ્યા છતાં કલ્પવૃક્ષાદિકની કરેલી સ્પૃહા હું કામધેનુ કલ્પતરુ ચિંતામણિના પ્યારમાં, ખોટા છતાં ઝંખો ઘણું બની લુબ્ધ આ સંસારમાં; જે પ્રગટ સુખ દેનાર હારો ધર્મ તે સેવ્યો નહિ, મુજ મૂર્ખ ભાવોને નિહાળી નાથ કર કરુણા કંઈ. ૧૯ હે અસંકલ્પિત કલ્પવૃક્ષ ! હે પ્રભુ! અધ્યાત્મ માટે નકામી વસ્તુમાં હું મોહી પડયો. અને પ્રગટસુખ આપનાર તારા ધર્મની મેં ધરાર ઉપેક્ષા કરી ! હે કરૂણાસાગર પ્રભુ ! મૂર્ખ એવા મારા પર કરણા કર ! કામધેનુ, કલ્પવૃક્ષ અને ચિંતામણિ જેવી ચીજો અધ્યાત્મ માટે નકામી હોવા છતાં મેં તેના ઉપર આસક્તિ કરી તે મેળવવા પ્રયાસ કર્યો, પરંતુ પ્રત્યક્ષ સુખ આપી શકનાર જૈનધર્મને વિષે મેં આસક્તિ ન કરી; હે પ્રભુ મારી મૂર્ખાઈ તો જુઓ ! વિપર્યાસ બુદ્ધિ મેં ભોગ સારા ચિંતવ્યા તે રોગ સમ ચિંત્યા નહિ, આગમન ઇચ્છયું ધનતણું પણ મૃત્યુને પ્રીછયું નહિ; નહિ ચિંતવ્યું મેં નર્ક કારાગૃહ સમી છે નારીઓ, મધુબિંદુની આશા મહીં ભય માત્ર હું ભૂલી ગયો. ૨૦ હે અધ્યાત્મસુખના સ્વામી ! ઓલું કેવું કિંપાયફલ ! ખાતી વખતે બહુજ મીઠું પણ મહાઝેરીલું તરત જ માણસને ખલાસ કરી દે. - સંસારનાં સમસ્ત સુખો + ધનસંપત્તિ + સ્ત્રીગુણ આ બધું જ ક કા કા કા કા + . મોક્ષનો માર્ગ બહાર નથી, પણ આત્મામાં છે. માર્ગને પામેલો માર્ગ પમાડશે.
SR No.006087
Book TitleRatnatrayi Upasna
Original Sutra AuthorN/A
AuthorKakaldas Hirachand Ajbani Parivar
PublisherKakaldas Hirachand Ajbani Parivar
Publication Year2006
Total Pages1214
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy