________________
શ્રી તીર્થંકર વંદનાવલિ
કરમાં વિલસતા વિમલ જલને, જેમ જગજન પેખતા, કૈવલ્યના આલોકથી તિમ જેહ જગને દેખતા; ત્રણ ભુવનનનો અદ્ભુત મહિમા જેહમાં વસતો સદા, તે સુવિધિ જિનવર આપજો સદ્બોધિની શુભ સંપદા. આષાઢના નવ મેઘ સમ સંતાપ સહુના છેદતા, ન જે પરમાનંદરૂપી કંદને ઉદ્ભેદતા; સ્યાદ્વાદ-અમૃતથી ભરેલા વચન જે વરસાવતા, શીતલજિનેશ્વર તે સદા અમ ભાવપ્રાણો રક્ષતા. સંસારના મહારોગથી સંતપ્ત થાતાં · જીવને, ધન્વંતરિ સમ જેહનું દર્શન દીયે સુખશાતને; ત્રિભુવનતણાં મન મોહતી વરમુક્તિરમણી જે વરે, શ્રેયાંસપ્રભુ શ્રેયસ્કરા માંગલ્ય જીવનનું કરે.
જગના અખિલ છવો પ્રતિ ઉપકારને ફેલાવતી, અદ્ભુત તીર્થંકરપણાની ઋદ્ધિ જેની સોહતી; સુર-અસુરને નરનાથ જેની ભાવથી પૂજા કરે, તે દેવ વાસુપૂજ્ય વહાલાં અમ હૃદય પાવન કરે. આષાઢ ઋતુમાં જલ નદીનું મલિનતાને પામતું, પણ ફટકડીના યોગથી તે સ્ફટિક સમ નિર્મલ થતું; તિમ નિખિલ જગજીવો તણાં જે મલિન મન નિર્મલ કરે, તે વિમલજિનની વિમલ વાણી વિશ્વમાં વિજયો વરે.
સ્પર્ધા કરે સાગર સ્વયંભૂરમણના જે નીરની, એ પરમ કરૂણાથી કરે હિતકામના જે વિશ્વની; તે શ્રી અનંતજિનેશ નિજ કરૂણા તણા કિરણો વડે, અજવાળજો અમ ચિત્તને શિવ-શર્મ જેથી સાંપડે.
૧૧
૧૨
૧૩
૧૪
૧૫
૧૬
૫૩૯
વડ
દેહમાં વિચાર કરનાર બેઠો છે તે દેહથી ભિન્ન છે ? તે સુખી છે કે દુઃખી ? એ સંભારી લે.