SearchBrowseAboutContactDonate
Page Preview
Page 776
Loading...
Download File
Download File
Page Text
________________ પ૦ રત્નત્રયી ઉપાસના - - - - - - - - 1 જિમ કલ્પતરૂવર સર્વ જનના મન-મનોરથ પૂરતા, આ લોક ને શિવલોકના હિમ જે અભીષ્ટો પૂરતા; વળી ચાર મુખથી જે ચતુર્વિધ ધર્મ પ્રતિપાદન કરે, તે ધર્મજિનવર પદક જે મુજ મનભ્રમર વિલમ્યાં કરે. ૧૭. જિમ ચન્દ્રકેરી ચાંદની આકાશને અજવાળતી, જિનવચનકેરી ચાંદની તિમ સર્વ દિશિ અજવાળતી; હરિણાંક પણ અકલંક જે વળી મોહના તિમિરો હરે, તે શાંતિજિનવર સેવતાં ભવિ શ્રેયની સંપદ વરે. ૧૮ ચોત્રીશ વર અતિશય થકી જે પરમ પ્રભુતાને ધરે, જ્ઞાનાદિ ચાર મહાતિશયથી જે હ વિભુતાને વરે; સુર અસુરને નરનાથના જે એક શરણાધાર છે, તે કુંથુજિન સંપત્તિદાતા અમ હૃદય આધાર છે. ૧૯ મહાસૂર્ય નિજ કિરણો થકી જિમ ગગનને ભૂષિત કરે, તિમ જે ચતુથરકમહીં આ અવનિને ભૂષિત કરે; વળી જે ભવિકની મોક્ષરૂપી સંપદા વિસ્તારતા, તે અરજિનેશ્વરને અમે મનમંદિરે પધરાવતા. ૨૦ નવ મેઘના આટોપથી જિમ મોરલા આનંદતા, તિમ સુર-અસુર-નર-ઈન્દ્ર જેના દર્શન આનંદતા; જે કર્મના વિષવૃક્ષને ગજરાજ સમ ઉમૂલતા, સ્તવીએ સદા તે મલ્લિજિનને, સર્વ સંકટ ચૂરતા. ૨૧ મહામોહનિદ્રાથી સકલજનના નિમીલિત નયનને, જાગૃત કરે જેનાં વચન વરતાં ઉષા-ઉપમાનને; તે નાથ મુનિસુવતતણી શુભ દેશનાના વચનની, સ્તવના હરે અમ વેદના ભીષણ ભવોના ભ્રમણની. ૨૨ શાસ્ત્રમાં માર્ગ કહ્યો છે, મર્મ કહ્યો નથી, મર્મ તો સત્પષના અંતરાત્મામાં રહ્યો છે.
SR No.006087
Book TitleRatnatrayi Upasna
Original Sutra AuthorN/A
AuthorKakaldas Hirachand Ajbani Parivar
PublisherKakaldas Hirachand Ajbani Parivar
Publication Year2006
Total Pages1214
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy