________________
પ૩૪
રત્નત્રયી ઉપાસના
ક નામ *
રમતા બાકી
મહાસૂર્ય સમ તેજસ્વી શોભે, ધર્મચક્ર સમીપમાં, ભામંડલે પ્રભુપીઠથી, આભા પ્રસારી દિગંતમાં, ચોમેર જાનું પ્રમાણ પુષ્પો, અર્થે જિનને અર્પતા. એવા. ૩૨
જ્યાં દેવદુંદુભિ ઘોષ ગજવે, ઘોષણા ત્રણલોકમાં, ત્રિભુવન તણા સ્વામીતણી, સહુએ સુણો શુભદેશના, પ્રતિબોધ કરતા દેવ, માનવ ને વળી તિર્યંચને. એવા. ૩૩
જ્યાં ભવ્ય જીવોનાં અવિકસિત ખીલતાં પ્રજ્ઞાકમલ, ભગવંતવાણી દિવ્ય સ્પર્શી, દૂર થતા મિથ્યા વમળ, ને દેવ દાનવ ભવ્ય માનવ, ઝંખતા જેનું શરણ. એવા. ૩૪ જે બીજભૂત ગણાય છે, ત્રણ પદ ચતુર્દશ પૂર્વના, ઉપન્નઈ વા વિગમેઈ વા, ધુવેઈ વા મહાતત્ત્વના, એ દાન સુશ્રુતજ્ઞાનનું, દેનાર ત્રણ જગનાથ જે. એવા. ૩૫ જે ચૌદ પૂર્વેના રચે છે, સૂત્ર સુંદર સાર્થ જે, તે શિષ્યગણને સ્થાપતા, ગણધર પદે જગનાથ જે, ખોલે ખજાનો ગૂઢ માનવ, જાતના હિત કારણે. એવા. ૩૬ જે ધર્મતીર્થંકર ચતુર્વિધ સંઘ સંસ્થાપન કરે, મહાતીર્થ સમ એ સંઘને, સુર અસુર સહુ વંદન કરે ને સર્વ જીવો. ભૂત, પ્રાણી, સત્વશું કરૂણા ધરે. એવા. ૩૭ જેને નમે છે ઈન્દ્ર વાસુદેવ ને બલભદ્ર સહુ, જેના ચરણને ચક્રવર્તી, પૂજતા ભાવે બહુ, જેણે અનુત્તર વિમાનવાસી, દેવના સંશય હણ્યા. એવા. ૩૮ જે છે પ્રકાશક સહુ પદાર્થો, જડ તથા ચૈતન્યના, વરશુકલ લેશ્યા તેરમે, ગુણસ્થાનકે પરમાતમા, જે અંત આયુષ્યકર્મનો, કરતા પરમ ઉપકારથી. એવા. ૩૯
સ્વાદનો ત્યાગ એ આહારનો ખરો ત્યાગ જ્ઞાનીઓ કહે છે.