________________
અરિહંત વંદનાવલિ
૫૩૫
-
લોકાગ્રભાગે પહોંચવાને, યોગ્ય ક્ષેત્રી જે બને, ને સિદ્ધની સુખ અર્પતી, અંતિમ તપસ્યા જે કરે, જે ચૌદમા ગુણસ્થાનકે, સ્થિર પ્રાપ્ત શૈલેશીકરણ. એવા. ૪૦ હર્ષે ભરેલા દેવનિર્મિત, અંતિમ સમવસરણે, જે શોભતા અરિહંત પરમાત્મા જગતઘર આંગણે, જે નામના સંસ્મરણથી, વિખરાય વાદળ દુઃખના. એવા. ૪૧ જે કર્મનો સંયોગ વળગેલો અનાદિ કાળથી, તેથી થયા જે મુકત પૂરણ, સર્વથા સદ્દભાવથી, રમમાણ જે નિજરૂપમાં તે, સર્વ જગનું હિત કરે. એવા. ૪૨ જે નાથ ઔદારિક વળી, તૈજસ તથા કાર્મણ તનુ, એ સર્વને છોડી અહીં, પામ્યા પરમપદ શાશ્વતુ, જે રાગદ્વેષ જળ ભર્યા, સંસાર સાગરને તર્યા. એવા. ૪૩ શૈલેશી કરણે ભાગ ત્રીજે, શરીરના ઓછા કરી, પ્રદેશ જવના ધન કરી, વળી પૂર્વધ્યાન પ્રયોગથી, ધનુષ્યથી છૂટેલ બાણ, તણી પરે શિવગતિ લહી.એવા. ૪૪ નિર્વિઘ્ન સ્થિર ને અચલ અક્ષય, સિદ્ધિગતિ એ નામનું, છે સ્થાન અવ્યાબાધ જ્યાંથી, નહિ પુનઃ ફરવાપણું, એ સ્થાનને પામ્યા અનંતા, ને વળી જે પામશે. એવા. ૪૫ આ સ્તોત્રને પ્રાકૃતગિરામાં, વર્ણવ્યું ભક્તિ બળે, અજ્ઞાત ને પ્રાચીન મહામના, કો મુનીશ્વર બહુશ્રુતે, પદ પદ મહીં જેના મહાસામર્થ્યનો મહિમા મળે. એવા. ૪૬ જે નમસ્કાર સ્વાધ્યાયમાં, પ્રેક્ષી હૃદય ગદ્ગદ્ બન્યું, શ્રીચંદ્ર નાચ્યો ગ્રંથ લઈ, મહાભાવનું શરણું મળ્યું, કીધી કરાવી અલ્પ ભક્તિ, હોંશનું તરણું ફળ્યું. એવા. ૪૭
અંતરંગ મોહગ્રંથિ જેની ગઈ તે પરમાત્મા છે.