________________
અરિહંત વંદનાવલિ
પડેડ
રકન
રમત
આકાશ ભૂષણ સૂર્ય જેવા, દીપતા તપતેજથી, વળી પૂરતા દિગંતને, કરૂણા ઉપેક્ષા મૈત્રીથી, હરખાવતા જે વિશ્વને, મુદિતાતણા સંદેશથી. એવા. ૨૪ જે શરદઋતુના જળસમા, નિર્મળ મનોભાવો વડે, ઉપકાર કાજ વિહાર કરતા, જે વિભિન્ન સ્થળો વિષે, જેની સહનશક્તિ સમીપે, પૃથ્વી પણ ઝાંખી પડે. એવા. ૨૫ બહુ પુણ્યનો જ્યાં ઉદય છે એવા ભવિકના દ્વારને, પાવન કરે ભગવંત નિજ તપ, છઠ્ઠ-અઠ્ઠમ પારણે, સ્વીકારતા આહાર બેંતાળીસ દોષ વિહીન જે. એવા. ર૬ ઉપવાસ માસક્ષમણ સમા, તપ આકરા તપતા વિભુ, વીરાસનાદિ આસને, સ્થિરતા ધરે જગના પ્રભુ, બાવીસ પરિષહને સહેતા, ખૂબ જે અદ્ભુત વિભુ. એવાં. ર૭ બાહ્ય અત્યંતર બધા, પરિગ્રહથકી જે મુક્ત છે, પ્રતિમા વહન વળી શુક્લધ્યાને, જે સદાય નિમગ્ન છે, જે ક્ષપકશ્રેણિ પ્રાપ્ત કરતા, મોહમલ્લ વિદારીને. એવા. ૨૮ જે પૂર્ણ કેવળજ્ઞાન, લોકાલોકને અજવાળતું, જેના મહાસામર્થ્ય કેરો, પાર કો નવ પામતું, એ પ્રાપ્ત જેણે ચાર ઘાતી, કર્મને છેદી કર્યું. એવા. ર૯ જે રજત સોના ને અનુપમ, રત્નના ત્રણ ગઢમહીં, સુવર્ણના નવ પદ્મમાં, પદકમલને સ્થાપન કરી, ચારે દિશા મુખ ચાર, ચાર સિંહાસને જે શોભતા. એવા. ૩૦
જ્યાં છત્ર પંદર વિલાં, શોભી રહ્યા શિર ઉપરે, ને દેવદેવી રત્ન ચામર, વીંઝતા કરદ્રય વડે, દ્વાદશગુણા વર દેવવૃક્ષ, અશોકથી ય પૂજાય છે. એવા. ૩૧
જગતમાં માન ન હોત તો અહીં જ મોક્ષ હોત !