________________
પ૩૨
_S
2
રત્નત્રયી ઉપાસના
-
- કચ્છ
દીક્ષા તણો અભિષેક જેનો, યોજના ઈન્દ્રો મળી, શિબિકા સ્વરૂપ વિમાનમાં, વિરાજતા ભગવંતશ્રી, અશોક પુન્નગ તિલક ચંપકવૃક્ષ શોભિત વનમહી. એવા. ૧૬ શ્રી વજધર ઈન્દ્ર રચેલા, ભવ્ય આસન ઉપરે, બેસી અલંકારો ત્યજે, દીક્ષા સમય ભગવંત જે, જે પંચ મુષ્ટિ લોચ કરતા, કેશ વિભુ નિજ કર વડે. એવા. ૧૭ લોકારાગત ભગવંત સર્વ, સિદ્ધને વંદન કરે, સાવધ સઘળા પાપ યોગોના કરે પચકખાણને, જે જ્ઞાન-દર્શનને મહાચારિત્ર રત્નત્રયી રહે. એવા. ૧૮ નિર્મલ વિપુલમતિ મન:પર્યવજ્ઞાન સહેજે દીપતા, જે પંચસમિતિ ગુપ્તિત્રયની, રણમાલા ધારતા, દશભેદથી જે શ્રમણ સુંદર ધર્મનું પાલન કરે. એવા. ૧૯ પુષ્કર કમલના પત્રની ભાંતિ નહીં લેપાય જે, ને જીવની માફક અપ્રતિહત, વરગતિએ વિચરે, આકાશની જેમ નિરાલંબન, ગુણ થકી જે ઓપતા. એવા. ૨૦ ને અસ્મલિત વાયુ, સમૂહની જેમ જે નિબંધ છે, સંગોપિતાંગોપાંગ જેના, ગુપ્ત ઈન્દ્રિય દેહ છે, નિસ્ટંગતા ય વિહંગશી, જેનો અમૂલખ ગુણ છે. એવા. ૨૧ ખગીતણા વરશંગ જેવા, ભાવથી એકાકી જે, ભારંડપંખી સારિખા, ગુણવાન અને અપ્રમત્ત છે, વ્રતભાર વહેતા વરવૃષભની, જેમ જેહ સમર્થ છે. એવા. રર કું જરસમા શૂરવીર જે છે, સિંહસમ નિર્ભય વળી, ગંભીરતા સાગર સમી, જેના હૃદયને છે વળી, જેના સ્વભાવે સૌમ્યતા છે, પૂર્ણિમાના ચંદ્રની. એવા. ર૩
સ્ત્રીના સ્વરૂપ પર મોહ થતો અટકાવવાને વગર ત્વચાનું તેનું રૂપ વારંવાર ચિંતવવું.