________________
અરિહંત વંદનાવલિ
આહાર ને નિહાર જેના, છે અગોચર ચક્ષુથી, પ્રસ્વેદ વ્યાધિ મેલ જેના, અંગને સ્પર્શે નહીં, સ્વર્ધેનુ દુગ્ધસમા રૂધિર ને, માંસ જેના તન મહીં. એવા. ૮ મંદાર પારિજાત સૌરભ, શ્વાસ ને ઉચ્છ્વાસમાં, ને છત્રચામર જયપતાકા, સ્તંભ તવ કરપાદમાં, પૂરા સહસ્ર વિશેષ અષ્ટક, લક્ષણો જ્યાં શોભતા. એવા. ૯ દેવાંગનાઓ પાંચ આજ્ઞા, ઈન્દ્રની સન્માનતી, પાંચે બની ધાત્રી દિલે, કૃતકૃત્યતા અનુભાવતી, વળી બાલક્રીડા દેવગણના, કુંવરો સંગે થતી. એવા. ૧૦ જે બાલ્યવયમાં પ્રૌઢ જ્ઞાને, મુગ્ધ કરતાં લોકને, સોળે કળા વિજ્ઞાન કેરા, સારને અવધારીને, ત્રણ લોકમાં વિસ્મય સમા, ગુણરૂપ યૌવનયુક્ત જે. એવા. ૧૧ મૈથુન પરિષહથી રહિત જે, નંદતા નિજભાવમાં, ને ભોગકર્મ નિવારવા, વિવાહ કંકણ ધારતા, ને બ્રહ્મચર્ય તણો જગાવ્યો, નાદ જેણે વિશ્વમાં. એવા. ૧૨ મૂર્છા નથી પામ્યા મનુજના, પાંચ ભેદે ભોગમાં, ઉત્કૃષ્ટ જેની રાજ્યનીતિથી પ્રજા સુખચેનમાં, વળી શુદ્ધ અધ્યવસાયથી, જે લીન છે નિજભાવમાં. એવા. ૧૩ પામ્યા સ્વયંસંબુદ્ધપદ જે, સહજવર વિરાગવંત, ને દેવ લોકાંતિક ઘણી, ભક્તિ થકી કરતા નમન, જેને નમી કૃતાર્થ બનતા, ચાર ગતિના જીવગણ. એવા. ૧૪ આવો પધારો ઈષ્ટ વસ્તુ, પામવા નરનારીઓ, એ ઘોષણાથી અર્પતા, સાંવત્સરિક મહાદાનને, ને છેદતા દારિદ્રય સૌનું, દાનના મહાકલ્પથી. એવા. ૧૫
૫૩૧
b
જે કૃત્યમાં પરિણામે દુઃખ છે તેને સન્માન આપતાં પ્રથમ વિચાર કરો.