________________
પ૩૦.
રત્નત્રયી ઉપાસના
* અરિહંત વંદનાવલિ ઠી
(હરિગીત છંદ) ' જે ચૌદ મહા સ્વપ્નો થકી, નિજ માતને હરખાવતા, વળી ગર્ભમાંહી જ્ઞાનત્રયને, ગોપવી અવધારતા, ને જન્મતાં પહેલાં જ ચોસઠ, ઈન્દ્રો જેને વંદતા, એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું. ૧ મહાયોગના સામ્રાજ્યમાં, જે ગર્ભમાં ઉલ્લાસતા, ને જન્મતા ત્રણ લોકમાં, મહાસૂર્ય સમ પ્રકાશતા, જે જન્મ કલ્યાણક વડે, સહુ જીવને સુખ અર્પતા. એવા. ૨ છપ્પન દિકુમરી તણી, સેવા અભાવે પામતા, દેવેન્દ્ર કરસંપુટ મહીં, ધારી જગત હરખાવતા, મેરૂશિખર સિંહાસને, જે નાથ જગના શોભતા. એવા. ૩ કુસુમાંજલિથી સુર-અસુર જે, ભવ્ય જિનને પૂજતા ક્ષીરોદધિના હવણજાલથી, દેવ જેને સિંચતા વળી દેવદુંદુભિ નાદ ગજવી, દેવતાઓ રીઝતા. એવા. ૪ મઘમઘ થતા ગોશીર્ષ, ચંદનથી વિલેપન પામતા દેવેન્દ્ર દેવી પુષ્પની, માળા ગળે આરોપતા કુંડલ કડાં મણિમય ચમકતાં, હાર મુકુટ શોભતા. એવા. ૫ ને શ્રેષ્ઠ વેણુ મોરલી, વીણા મૃદંગતણા ધ્વનિ, વાજિંત્ર તાલે નૃત્ય કરતી, કિન્નરીઓ સ્વર્ગની, હર્ષે ભરી દેવાંગનાઓ, નમન કરતી લળી લળી. એવા. ૬ જયનાદ કરતા દેવતાઓ, હર્ષના અતિરેકમાં, પધરામણી કરતાં જનેતાના મહા પ્રાસાદમાં, જે ઈન્દ્રપૂરિત વરસુધાને, ચૂસતાં અંગુષ્ઠમાં. એવા. ૭
મનને વશ ક્યું તેણે જગતને વશ કર્યું.