________________
પ૨૪
૧૦ રત્નત્રયી ઉપાસના
રત્નત્રયી ઉપાસના
નમિનેમિનિન અંતરે, અજિતશાંતિસ્તવ કીધ; તે તીર્થેશ્વર પ્રણમિએ, નંદિષણ પ્રસિદ્ધ. ૮૧ ગણધરમુનિ ઉવક્ઝાયતિમ, લાભ લહ્યા કેઈ લાખ; તે તીર્થેશ્વર પ્રણમિએ, જ્ઞાન અમૃતરસ ચાખ. ૮ર નિત્ય ઘંટા ટંકારવે, રણઝણે ઝલ્લરી નાદ; તે તીર્થેશ્વર પ્રણમિએ, દુંદુભિ માદલ વાદ. ૮૩ જિણે ગિરિ ભરત નરેસર, કીધો પ્રથમ ઉદ્ધાર; તે તીર્થેશ્વર પ્રણમિએ, મણિમય મૂરતિ સાર. ૮૪ ચૌમુખ ચઉગતિ દુઃખ હરે, સોવનમય સુવિહાર; તે તીર્થેશ્વર પ્રણમિએ, અક્ષય સુખ દાતાર. ૮૫ - ઈણ તીરથ મોટા કહ્યા, સોળ ઉદ્ધાર સફાર; તે તીર્થેશ્વર પ્રણમિએ, લઘુ અસંખ્ય વિચાર. ૮૬ દ્રવ્ય ભાવ વૈરી તણો, જેહથી થાયે અંત; તે તીર્થેશ્વર પ્રણમિએ, શત્રુંજય સમરંત. ૮૭ તે પુંડરીક ગણધર હુઆ, પ્રથમ સિદ્ધ ઈણે ઠામ, તે તીર્થેશ્વર પ્રણમિએ, પુંડરીકગિરિ નામ. ૮૮ કાંકરે કાંકરે, ઈણ ગિરિ, સિદ્ધ હુઆ સુપવિત્ત; તે તીર્થેશ્વર પ્રણમિએ, સિદ્ધક્ષેત્ર સમચિત્ત. ૮૯ મલ દ્રવ્ય ભાવ વિશેષથી, જેહથી જાયે દૂર તે તીર્થેશ્વર પ્રણમિએ, વિમલાચલ સુખ પૂર. ૯૦ સુરવરા બહુ જે ગિરે, નિવસે નિરમલ ઠાણ; તે તીર્થેશ્વર પ્રણમિએ, સુરગિરિ નામ પ્રમાણ. ૯૧
વેદનીય કર્મ ઉદય થયું હોય તો પૂર્વકર્મ સ્વરૂપ વિચારી મૂંઝાવું નહીં.