________________
ચાતુર્માસ આરાધના વિધિ
પ૨૩
શ્વેત ધ્વજા જસ લહરતી, ભાખે ભવિને એમ; તે તીર્થેશ્વર પ્રણમિએ, ભ્રમણ કરો છો કેમ ? ૭૦ સાધન સિદ્ધ દશા ભણી, આરાધે એક ચિત્ત, તે તીર્થેશ્વર પ્રણમિએ, સાધક પરમ પવિત્ત. ૭૧ સંઘપતિ થઈ એહની, જે કરે ભાવે યાત્ર; તે તીર્થેશ્વર પ્રણમિએ, તસ હોય નિર્મલ ગાત્ર. ૭૨ શુદ્ધાતમ ગુણ રમણતા, પ્રગટે જેહને સંગ; તે તીર્થેશ્વર પ્રણમિએ, જેહનો જસ અભંગ. ૭૩ રાયણવૃક્ષ સોહામણું, જિહાં જિનેશ્વર પાય; તે તીર્થેશ્વર પ્રણમિએ, સેવે સુર નર રાય. ૭૪ પગલાં પૂછ ઋષભનાં, ઉપશમ જેહને ચંગ; તે તીર્થેશ્વર પ્રણમિએ, સમતા પાવન અંગ. ૭૫ વિદ્યાધર જ મિલે બહુ વિચરે ગિરિવર શૃંગ; તે તીર્થેશ્વર પ્રણમિએ, ચઢતે નવરસ રંગ. ૭૬ માલતી મોંગર કેતકી, પરિમલ મોહ ભંગ; તે તીર્થેશ્વર પ્રણમિએ, પૂજો ભવિ જિન અંગ. ૭૭ અજિત જિનેશ્વર જિહાં રહ્યાં, ચોમાસું ગુણ ગેહ, તે તીર્થેશ્વર પ્રણમિએ, આણી અવિહડ નેહ. ૭૮ શાંતિ જિનેશ્વર સોળમા, સોળ કષાય કરી અંત; તે તીર્થેશ્વર પ્રણમિએ, ચાતુર્માસ રહેત. ૭૯ નેમિ વિના જિનવર સવે, આવ્યા છે ઈણે ઠામ; તે તીર્થેશ્વર પ્રણમિએ, શુદ્ધ કરે પરિણામ. ૮૦
પરિગ્રહની મૂચ્છ પાપનું મૂળ છે.