________________
પ૨૨
રત્નત્રયી ઉપાસના
બ્રહ્મ સ્ત્રી ભૂણ ગો હત્યા, પાપે ભારિત જેહ; તે તીર્થેશ્વર પ્રણમિએ, પહોતા શિવ પુર ગેહ. ૫૯ જગ જોતાં તીરથ સવે, એ સમ અવર ન દીઠ; તે તીર્થેશ્વર પ્રણમિએ, તીર્થ માંહે ઉક્કિઠ. ૬૦ ધન્ય ધન્ય સોરઠ જિહાં, તીરથ માનું સાર; . તે તીર્થેશ્વર પ્રણમિએ, જિનપદમાં શિરદાર. ૬૧ અહોનિશ આવતા ટુકડા, તે પણ જેહને સંગ; તે તીર્થેશ્વર પ્રણમિએ, પામ્યા શિવવધૂ રંગ. ૬૨ વિરાધક જિન આણના, તે પણ હુઆ વિશુદ્ધ, તે તીર્થેશ્વર પ્રણમિએ, પામ્યા નિર્મળ બુદ્ધ. ૬૩. મહામ્લેચ્છ શાસનરિપુ, તે પણ હુઆ ઉપસંત; તે તીર્થેશ્વર પ્રણમિએ, મહિમા દેખી અનંત. ૬૪ મંત્રયોગ અંજન સવે, સિદ્ધ હુએ જિણ ઠામ, તે તીર્થેશ્વર પ્રણમિએ, પાતિકારી નામ. ૬૫ સુમતિ સુધારસ વરસતે, કર્મદાવાનલ સંત; તે તીર્થેશ્વર પ્રણમિએ, ઉપશમ રસ ઉલસંત. ૬૬ શ્રુતધર નિતુ ઉપદિશે, તત્ત્વાતત્ત્વ વિચાર, તે તીર્થેશ્વર પ્રણમિએ, ગ્રહે ગુણયુત શ્રોતાર. ૬૭ પ્રિયમેલક ગુણગણ તણું, કીરતી કમલા સિન્ધ; તે તીર્થેશ્વર પ્રણમિએ, કલિકાલે જગબંધુ. ૬૮ શ્રી શાંતિ તારણ તરણ, જેહની ભક્તિ વિશાલ, તે તીર્થેશ્વર પ્રણમિએ, દિન દિન મંગલમાલ. ૬૯
જો આજે દિવસે સૂવાનું મન થાય, તો તે વખતે સાસ્ત્રનો લાભ લઈ લેજો.