________________
ચાતુર્માસ આરાધના વિધિ.
૫૨૧
મુનિવર કોડી દસ સહિત, દ્રાવિડ ને વારિખિલ્લ તે તીર્થેશ્વર પ્રણમિએ, ચઢીયા શિવ નિઃશ્રેણ. ૪૮ નમિ-વિનમિ વિદ્યાધરા, દોય કોડી મુનિ સાથ; તે તીર્થેશ્વર પ્રણમિએ, પામ્યા શિવપુર આથ. ૪૯ ઋષભવંશીય નરપતિ ઘણા, ઈણ ગિરિ પહોતા મોક્ષ; તે તીર્થેશ્વર પ્રણમિએ, ટાલ્યા પાતિક દોષ. ૫૦ રામ ભરત બિહું બાંધવા, ત્રણ કોડી મુનિ યુત્ત; તે તીર્થેશ્વર પ્રણમિએ, ઈણે ગિરિ શિવ સંપત્ત. ૫૧ નારદ મુનિવર નિર્મલા, સાધુ એકાણું લાખ; તે તીર્થેશ્વર પ્રણમિએ, પ્રવચન પ્રગટ એ ભાખ. પર શાંબ પ્રદ્યુમ્ન ઋષિ કહ્યા, સાડી આઠ કોડી; તે તીર્થેશ્વર પ્રણમિએ, પૂરવ કર્મ વિછોડી. ૫૩ થાપચ્ચાસુત સહસશું, અણસણ રંગે કીધ; તે તીર્થેશ્વર પ્રણમિએ, વેગે શિવપદ લીધ. ૫૪ શુક પરિવ્રાજક વળી, એક સહસ અણગાર; તે તીર્થેશ્વર પ્રણમિએ, પામ્યા શિવપુર દ્વાર. ૫૫ સેલગસૂરિ મુનિ પાંચસે, સહિત હુઆ શિવનાહ; તે તીર્થેશ્વર પ્રણમિએ, અંગે ધરી ઉત્સાહ. પ૬ ઈમ બહુ સિધ્યા ઈણે ગિરિ, કહેતાં નાવે પાર; તે તીર્થેશ્વર પ્રણમિએ, શાસ્ત્ર માંહે અધિકાર. પ૭ બીજ ઈહાં સમકિતતણું રોપે આતમ ભોમ; તે તીર્થેશ્વર પ્રણમિએ, ટાલે પાતક સ્તોમ. ૫૮
st,
કરંજ
-
ક
ચાતુર્માસે પ્રવાસ કરવો નહીં.