________________
૫૨૦
રત્નત્રયી ઉપાસના
પાલીતાણું પુર ભલું, સરોવર સુંદર પાલ, તે તીર્થેશ્વર પ્રણમિએ, જાયે સકલ જંજાલ. ૩૭
મનમોહન પાગે ચઢે પગ પગ કર્મ ખપાય; તે તીર્થેશ્વર પ્રણમિએ, ગુણગુણી ભાવ લખાય. ૩૮
જેણે ગિરિ રૂખ સોહામણા, કુંડે નિર્મળ નીર; તે તીર્થેશ્વર પ્રણમિએ, ઉતારે ભવ-તીર. ૩૯
મુક્તિ મંદિર સોપાન સન, સુંદર ગિરિવર પાજ; તે તીર્થેશ્વર પ્રણમિએ, લહિયે શિવપુર રાજ. ૪૦
કર્મ કોટી અઘ વિકટ ભટ, દેખી ધ્રૂજે અંગ; તે તીર્થેશ્વર પ્રણમિએ, દિન દિન ચઢતે રંગ. ૪૧
ગૌરી ગિરિવર ઉપરે, ગાવે જિનવર ગીત; તે તીથેશ્વર પ્રણમિએ, સુખે શાસન રીત. ૪૨ કવડજક્ષ રખવાલ જસ, અહોનિશ રહે હજૂર; તે તીથેશ્વર પ્રણમિએ, અસુરા રાખે દૂર. ૪૩
ચિત્ત ચાતુરી ચક્કેસરી, વિઘ્ન નિવારણહાર; તે તીર્થેશ્વર પ્રણમિએ, સંઘ તણી કરે સાર. ૪૪
સુરવરમાં મઘવા થયા, ગ્રહગણમાં જિમ ચંદુ; તે તીર્થેશ્વર પ્રણમિએ, તિમ સવિ તીરથઈન્દ્ર. ૪૫
દીઠે દુર્ગતિવારણો, સમયે સારે કાજ; તે તીર્થેશ્વર પ્રણમિએ, સવિ તીરથ શિરતાજ. ૪૬
પુંડરીક પંચ કોડીશું, પામ્યા કેવલનાણ; તે તીર્થેશ્વર પ્રણમિએ, કર્મ તણી હોય હાણ. ૪૭
==
હે પ્રભૂ ! જેની તે ના કહી તે માટે કારણ શોધું કે કારણ માંગુ નહીં.