________________
ચાતુર્માસ આરાધના વિધિ
સુંદર ટૂંક સોહામણી, મેરૂ સમ પ્રાસાદ; તે તીર્થેશ્વર પ્રણમિએ, દૂર ટળે વિખવાદ. ૨૬
દ્રવ્ય ભાવ વૈરી ઘણા, જિહાં આવ્યે હોય શાંત; તે તીથેશ્વર પ્રણમિએ, જાયે ભવની ભ્રાંત. ૨૭
જગહિતકારી જિનવરા, આવ્યા ઈણે ઠામ; તે તીર્થેશ્વર પ્રણમિએ, જસ મહિમા ઉદ્દામ. ૨૮
નદી શેત્રુંજી સ્નાનથી, મિથ્યામળ ધોવાય; તે તીર્થેશ્વર પ્રણમિએ, સવિ જનને સુખદાય. ૨૯
આઠ કર્મ જે સિદ્ધગિરે, ન દીયે તીવ્ર વિપાક; તે તીર્થેશ્વર પ્રણમિએ, જિહાં નવિ આવે કાક. ૩૦
સિદ્ધશિલા તપનીયમય, રત્ન સ્ફટિકની ખાણ; તે તીર્થેશ્વર પ્રણમિએ, પામ્યા કેવલનાણ. ૩૧
સોવન રૂપા-રત્નની, ઔષધિ જાત અનેક; તે તીથેશ્વર પ્રણમિએ, ન રહે પાતક એક. ૩૨
સંયમધારી સંજમે, પાવન હોય જિણ ક્ષેત્ર; તે તીર્થેશ્વર પ્રણમિએ, દેવા નિર્મળ નેત્ર. ૩૩
શ્રાવક જિહાં શુભ દ્રવ્યથી, ઉત્સવ પૂદ્ધ સ્નાત્ર, તે તીર્થેશ્વર પ્રણમિએ, પોષે પાત્ર સુપાત્ર. ૩૪
સાહમિવત્સલ પુણ્ય જિહાં, અનંતગણું કહેવાય; તે તીર્થેશ્વર પ્રણમિએ, સોવન ફ વધાય. ૩૫
સુંદર યાત્રા જેહની, દેખી હરખે ચિત્ત, તે તીર્થેશ્વર પ્રણમિએ, ત્રિભુવનમાંહે વિદિત. ૩૬
C
જ્ઞાન વિના સઘળી યાચનાઓનો ત્યાગ કરવો.
૫૧૯