________________
ચાતુર્માસ આરાધના વિધિ
પૂર્વ નવાણું જસ શિરે, સમવસર્યા જગનાથ; તે સિદ્ધાચલ પ્રણમીએ, ભકતે જોડી હાથ. ૪ અનંત જીવ ઈણ ગિરિવરે, પામ્યા ભવનો પાર; તે સિદ્ધાચલ પ્રણમીએ, લઈએ મંગળમાળ. ૫ જસ શિર મુકુટ મનોહરૂ, મરૂદેવીનો નંદ; સિદ્ધાચલ પ્રણમિએ, ઋદ્ધિ સદા સુખવૃંદ. ૬ મહિમા જેહનો દાખવા, સુરગુરુ પણ મતિમંદ; તે તીથેશ્વર પ્રણમિએ, પ્રગટે સહજાનંદ. ૭
સત્તા ધર્મ સમારવા, કારણ જેહ પડૂર; તે તીર્થેશ્વર પ્રણમિએ, નાસે અઘ સવિ દૂર. ૮
કર્મકાટ સવિ ટાળવા, જેહનું ધ્યાન હુતાશ, તે તીર્થેશ્વર પ્રણમિએ, પામીજે સુખવાસ. ૯ પરમાનંદ દશા લહે, જસ ધ્યાને મુનિરાય; તે તીર્થેશ્વર પ્રણમિએ, પાતિક દૂર પલાય. ૧૦ શ્રદ્ઘા ભાસન રમણતા, રત્નત્રયીનો હેતુ; તે તીર્થેશ્વર પ્રણમિએ, ભવ-મકરાકર-સેતુ. ૧૧ મહાપાપી પણ નિસ્તર્યા, જેહનું ધ્યાન સુહાય; તે તીર્થેશ્વર પ્રણમિએ, સુર નર જસ ગુણ ગાય. ૧૨ પુંડરીક ગણધર પ્રમુખ, સિદ્ધા સાધુ અનેક; તે તીર્થેશ્વર પ્રણમિએ, આણી હ્રદય વિવેક. ૧૩ ચંદ્રશેખર સ્વસાપતિ, જેહને સંગે સિદ્ધ, તે તીર્થેશ્વર પ્રણમિએ, પામીજે નિજ ઋદ્રુ. ૧૪
હે પ્રભુ ! તારો રસ્તો સર્વ પ્રકારે માન્ય રાખું.
૫૧૭