________________
૫૧૬
રત્નત્રયી ઉપાસના
એવા કે એ
બીજા નિરવાણી પ્રભુ, ગઈ ચોવીસી મોઝાર, તસ ગણધર મુનિમાં વડા, નામે કદંબ અણગાર. ૩૩
પ્રભુ વચને અણસણ કરી; મુક્તિપુરીમાં વાસ, નામ કદંબગિરિ નમો, તો હોય લીલવિલાસ. ૩૪(૧૯)
પાતાળે જસ મૂળ છે, ઉજ્જવળગિરિનું સાર; ત્રિકરણ યોગે મંદતાં, અલ્પ હોય સંસાર. ૩૫(૨૦)
તન મન ધન સુત વલ્લભા, સ્વર્ગાદિક સુખ ભોગ; જે વંછે તે સંપજે, શિવરમણી સંયોગ. ૩૬ વિમલાચલ પરમેષ્ઠીનું, ધ્યાન ધરે ષટ્ માસ; તેજ અપૂરવ વિસ્તરે, પૂરે (પૂગે) સઘળી આશ. ૩૭ ત્રીજે ભવ સિદ્ધિ લહે, એ પણ પ્રાયિક વાચ; ઉત્કૃષ્ટા પરિણામથી, અંતરમુહૂરત સાચ. ૩૮ સર્વ કામદાયક નમો, નામ કરી ઓળખાણ; શ્રી ‘શુભવીરવિજય’ પ્રભુ, નમતાં ક્રોડ કલ્યાણ. ૩૯(૨૧)
(૪) ૧૦૮ ખમાસમણના દુહા શ્રી આદીશ્વર અજર અમર, અવ્યાબાધ અહોનિશ; પરમાતમ પરમેશ્વરૂ, પ્રણમું પરમ મુનીશ. ૧ જય જય જગપતિ જ્ઞાનભાન, ભાસિત લોકાલોક; શુદ્ધ સ્વરૂપ સમાધિમય, નમિત સુરાસુર થોક. ૨ શ્રી સિદ્ધાચલ મંડણો, નાભિ નરેસર નંદ; મિથ્યામતિ મત ભંજણો, ભવિ કુમુદાકર ચંદ. ૩
હે પ્રભુ ! તું જે કરે છે તેમાં અસંભવ ન માનું.