________________
૫૧૫
ચાતુર્માસ આરાધના વિધિ ૦
તેહ થકી સિદ્ધાચળે, એક મુનિને દાન; દેતાં લાભ ઘણો હવે, મહાતીરથ અભિધાન. ૨૨(૧૦) પ્રાયે એ ગિરિ શાશ્વતો, રહેશે કાળ અનંત, શત્રુંજય મહાતમ સુણી, નમો શાશ્વતગિરિ સંત. ર૩(૧૧) ગૌ નારી બાળક મુનિ, ચઉ હત્યા કરનાર; યાત્રા કરતાં કાર્તિકી, રહે ન પાપ લગાર. ૨૪ જે પરદારા લંપટી, ચોરીના કરનાર; દેવદ્રવ્ય ગુરુદ્રવ્યના, જે વળી ચોરણહાર. ૨૫ ચૈત્રી કાર્તિકી પૂનમે, કરે યાત્રા ઈણે ઠામ, તપ તપતાં પાતિક ગળે, તેણે દઢશક્તિ નામ. ૨૬(૧૨) ભવ ભય પામી નીકળ્યા, થાવસ્યા સુત જેહ, સહસ મુનિશું શિવ વર્યા, મુક્તિનિલયગિરિ તેહ. ર૭(૧૩) ચંદા સૂરજ બેઉ જણા, ઊભા ઈણ ગિરિ શૃંગ; વધાવીયો વર્ણન કરી, પુષ્પદંતગિરિ રંગ. ર૮(૧૪) કર્મ કઠણ ભવજલ તજ, ઈહા પામ્યા શિવસદ્ધ; પ્રાણી પદ્મ નિરંજની, વંદો ગિરિ મહાપદ્મ. ર૯(૧૫) શિવવહુ વિવાહ ઉત્સવે, મંડપ રચીયો સાર; મુનિવર વર બેઠક ભણી પૃથ્વીપીઠ મનોહાર. ૩૦(૧૬) શ્રી સુભદ્રગિરિ નમો, ભદ્ર તે મંગળ રૂ૫; જલતરૂ રજ ગિરિવરતણી, શીશ ચઢાવે ભૂપ. ૩૧(૧૭) વિદ્યાધર સુર અપચ્છરા, નદી શેત્રુંજી વિલાસ; કરતા હરતા પાપને, ભજીયે ભવિ કૈલાસ. ૩૨(૧૮)
વાત્સલ્યતાથી વેરીને પણ વશ કરવા.