________________
પ૧૪
on
.
. રત્નત્રયી ઉપાસના
૯
પાસના
ચંદ્રશેખર રાજા પ્રમુખ, કર્મ કઠિન મળધામ; અચલ પદે વિમલા થયા, તિણે વિમલાચલ નામ. ૧૧(૪) પર્વતમાં સુરગિરિ વડો, જિન અભિષેક કરાય; સિદ્ધ હુઆ સ્નાતક પદે સુરગિરિ નામ ધરાય. ૧૨ અથવા ચૌદે ક્ષેત્રમાં, એ સમો તીર્થ ન એક તિણે સુરગિરિ નામે નમું, જિહાં સુરવાસ અનેક. ૧૩(૫) એશી યોજન પૃથુલ છે, ઊંચપણ છવીશ; મહિમાએ મોટો ગિરિ, મહાગિરિ નામ નમીશ. ૧૪(૬) ગણધર ગુણવંતા મુનિ, વિશ્વમાંહે વંદનિક; જેહવો તેહવો સંયમી, વિમલાચલ પૂજનીક. ૧૫ વિપ્ર લોક વિષધર સમ, દુઃખીયા ભૂતળ માન; દ્રવ્યલિંગ કણ ક્ષેત્ર સમ, મુનિવર છીપ સમાન. ૧૬ શ્રાવક મેઘ સમા કહ્યા, કરતાં પુણ્યનું કામ પુણ્યની રાશિ વધે ઘણી, તિણે પુણ્યરાશિ નામ. ૧૭(૭) સંયમધર મુનિવર ઘણા, તપ તપતા એક ધ્યાન; કર્મવિયોગે પામીયા, કેવલ લક્ષ્મી નિધાન. ૧૮ લાખ એકાણું શિવ વર્યા, નારદ શું અણગાર; નામ નમો તિણે આઠમું, શ્રીપદગિરિ નિરધાર. ૧૯(૮) શ્રી સીમંધરસ્વામીએ, ગિરિ મહિમા વિલાસ; ઈન્દ્રની આગે વર્ણવ્યો, તિણે એ ઈન્દ્રપ્રકાશ. ર૦(૯) દશ કોટી અણુવ્રતધરા, ભક્ત જમાડે સાર; જૈન તીર્થયાત્રા કરે, લાભ તણો નહિ પાર. ૨૧
G પ્રત્યેક તત્ત્વજ્ઞાનીઓને પરમેશ્વર માનવા.