________________
ચાતુર્માસ આરાધના વિધિ
પ૧
(૩) એકવીસ ખમાસમણના દુહા સિદ્ધાચલ સમરું સદા, સોરઠ દેશ મોઝાર, મનુષ્ય જન્મ પામી કરી, વંદુ વાર હજાર. ૧ અંગ વસન મન ભૂમિકા, પૂજાગરણ સાર; ન્યાય દ્રવ્ય વિધિ શુદ્ધતા, શુદ્ધિ સાત પ્રકાર. ૨ કાર્તિક શુદિ પૂનમ દિને, દશ કોટિ પરિવાર, દ્રાવિડ વારિખિલ્લજી, સિદ્ધ થયા નિરધાર. ૩ તિણે કારણ કાર્તિકી દિને, સંઘ સકળ પરિવાર; આદિ જિન સન્મુખ રહી, ખમાસમણ બહુ વાર. ૪ એકવીશ નામે વર્ણવ્યો, તિહાં પહેલું અભિધાન;
શત્રુંજય શુકરાયથી, જનક વચન બહુમાન. (૧) (અહીંયા “સિદ્ધાચળ સમરૂં સદા' એ દુહો પ્રત્યેક ખમાસમણ દીઠ કહેવો.)
સમોસય સિદ્ધાચળે, પુંડરીક ગણધાર; લાખ સવા મહાતમ કહ્યું, સુરનર સભા મોઝાર. ૬ ચૈત્રી પૂનમને દિને, કરી અણસણ એક માસ; પાંચ કોડી મુનિ સાથશું, મુક્તિનિલયમાં વાસ. ૭ તિણે કારણ પુંડરીકગિરિ, નામ થયું વિખ્યાત; મન વચ કાર્ય વંદીએ, ઊઠી નિત્ય પ્રભાત. (૨) વીશ કોટીશું પાંડવા, મોક્ષ ગયા ઈણે ઠામ, ઈમ અનંત મુક્ત ગયા, સિદ્ધક્ષેત્ર તિણે ઠામ. ૯(૩) અડસઠ તીરથ ન્હાવતાં, અંગ રંગ ઘડી એક; તુંબી જળ સ્નાન કરી, જાગ્યો ચિત્ત વિવેક. ૧૦
કોઈ કાળે તત્ત્વ વડે કરી દુનિયામાંથી દુખ જશે એમ માનવું.