________________
૫૧૨
રત્નત્રયી ઉપાસના
આ છઠ્ઠ–અઠ્ઠમ વખતે બે વખત પડિક્કમણ, બે વખત પડિલેહણ, ત્રણ વખત દેવ વાંદવા, ત્રિકાળ પૂજા કરવી.
૧૪. દરરોજ નવ ખમાસમણ આ રીતે દુહા બોલીને દેવાં. નવ દુહા
સિદ્ધાચલ સમરૂં સદા, સોરઠ દેશ મોઝાર; મનુષ્ય જન્મ પામી કરી, વંદું વાર હજાર. ૧ સોરઠ દેશમાં સંચર્યો, ન ચઢ્યો ગઢ ગિરનાર; શેત્રુંજી નદી નાહ્યો નહિ એનો એળે ગયો અવતાર. ૨ શેત્રુંજી નદી નાહીને, મુખ બાંધી મુખકોશ, દેવ યુગાદિ પૂછએ, આણી મન સંતોષ. ૩ એકેકું ડગલું ભરે, શેત્રુંજા સામું જેહ; ઋષભ કહે ભવ ક્રોડનાં કર્મ ખપાવે તેહ. ૪ શેત્રુંજા સમો તીરથ નહિ, ઋષભ સમો નહિ દેવ, ગૌતમ સરિખા ગુરુ નહિ, વળી વળી વંદું તેહ. ૫ જગમાં તીરથ દો વડા, શત્રુંજય ગિરનાર; એક ગઢ ઋષભ સમોસર્યાં, એક ગઢ નેમકુમાર. ૬ સિદ્ધાચલ સિદ્ધિવર્યા, મુનિવર કોડી અનંત; આગે અનંતા સિદ્ધશે, પૂજો ભવિ ભગવંત. ૭ શત્રુંજયગિરિ મંડણો, મરૂદેવાનો નંદ; યુગલાધર્મ નિવારકો, નમો યુગાદિ જિણંદ. ૮ તન મન ધન સુત વલ્લભા, સ્વર્ગાદિ સુખ ભોગ; વળી વળી એ ગિરિ મંદતાં, શિવરમણી સંયોગ. ૯
do
નિરાશ્રિતોને આશ્રય આપવો.