________________
૪૮૪
કાકા હકક
૪૮૦
.
રત્નત્રયી ઉપાસના નીવી, એકાસણું, પચ્ચકખાણ કર્યું. તિવિહાર, પચ્ચકખાણ-ફાસિએ, પાલિએ, સોહિએ, તિરિઍ, કિટ્ટિએ, આરાહિઅં, જંચન આરાહિએ તસ્સ મિચ્છામિ દુક્કડં.
તિવિહાર ઉપવાસનું પચ્ચકખાણ પારવાનું સૂત્ર
સૂરે ઉગ્ગએ ઉપવાસ કર્યો તિવિહાર, પોરિસી, સાઢપોરિસી, પુરિમઢ મુઠિસહિઅં પચ્ચખાણ કર્યું. પાણહાર, પચ્ચખાણ ફાસિએ, પાલિએ, સોહિએ, તિરિ, કિટ્ટિએ, આરાહિએ જે ચન આરાહિ તસ્સા મિચ્છામિ દુક્કડં. પછી એક નવકાર ગણવો.
૯, આહારવિધિ - પોસહશાળામાં આહાર કરી શકાય, અથવા આહાર કરવા ઘેર પણ જઈ શકાય. ગુરુ મહારાજની રજા લઈ ત્રણવાર આવસ્યહિં કહી પોસહશાળામાંથી નીકળવું. સાથે ક્રિયામાં વાપરવા સિવાયનું બીજું ધોતીયું લઈ ઈર્યાસમિતિ પૂર્વક જવું. ઘરમાં પ્રવેશ કરતાં “જ્યણા મંગળ બોલવું
સ્થાપનાચાર્ય સ્થાપી, ઈરિયાવહિયા કરી, સો હાથ ઉપર જવાયું હોય તો ગમણા. કહી, પાટલા-વાસણ ભૂમિ વગેરેની પ્રતિલેખના તથા પ્રાર્થના કરવી. વસ્ત્ર બદલી, કટાસણા ઉપર બેસી, મુહપત્તિથી મુખ પ્રમાઈ, ચરવળો બાજુએ મૂકી, મુહપત્તિ કેડે રાખી, નવકાર ગણી આહાર કરવો. જોગ હોય તો તેમાંથી અતિથિસંવિભાગ પણ કરવો. આહાર કરતાં મૌન જાળવવું. જરા પણ એઠું મૂકવું નહિ, જમતાં પાણી લીધા વિના બોલવું નહિ, કેમ કે તેથી જ્ઞાનની અશાતના થાય. જે ચીજ પીરસી હોય તે માટે “વાપરો” એમ કહે પછી વપરાય. કોઈ પણ સચિત્ત ચીજ ન વાપરવી. કાંઈ પણ એઠું ન મૂકવું. થાળી વગેરે ધોઈને પી જવું. થાલી, વાટકા વગેરે લુછીને સાફ કરવા, જેથી પાછળથી ઉટકવા વગેરેથી દોષ ન લાગે. જે રૂમાલથી થાળી વગેરે લુછયું હોય તે રૂમાલને સ્થાને આવીને પાણીથી ધોઈને સૂકવી દેવો.
કોઈના સત્કર્મમાં આડા આવવું નહીં કે પાછા પાડવા પ્રયત્ન કરવો નહીં.