________________
૪૮૨
રત્નત્રયી ઉપાસના
(ગુરુ : તહત્તિ) ઈચ્છું. ખમા. ઈચ્છા. ઈરિયાવહિયં પડિક્કમામિ ? (ગુરુ : પડિક્કમેહ.) ઈચ્છું કહી ઈરિયાવહિયા કરવા. ખમા. ઈચ્છા. પડિલેહણ કરૂં ? (ગુરુ : કરેહ) ઈચ્છું. મુહપત્તિ પડિલેહવી. ૬. રાઈય મુહપત્તિનો વિધિ
‘ઈરિયાવહિયા’ કરીને ખમા. ઈચ્છા. રાઈયમુહપત્તિ પડિલેહું ? (ગુરુ : પડિલેહેહ.) ઈચ્છું. મુહપત્તિ પડિલેહવી, બે વાંદણા દેવા. ઈચ્છા. રાઈયં આલોઉ ? (ગુરુ : આલોવેહ.) ઈચ્છું આલોએમિ જો મે રાઈઓ અઈઆરો. કહેવું. પછી સવ્વસવિ રાઈઅ. (ગુરુ : પડિક્કમેહ.) ઈચ્છું તસ્સ મિચ્છામિ દુક્કડં કહેવું. પછી પદસ્થ હોય તો બે વાંદણા, નહીંતર એક ખમાસમણ દઈ, ઈચ્છકાર. કહી, અભ્રુટિઠઓ ખામીને બે વાંદણા દેવાં. ઈચ્છકારી ભગવત્ પસાય કરી પચ્ચક્ખાણનો આદેશ દેશોજી એમ કહી પચ્ચક્ખાણ કરવું. (કાળ વખતે દેવ નંદાયા પછી આહાર વાપરવાના ધોરણને અનુસરીને પોસહમાં મુખ્યતયા પુરિમદ્ધનું પચ્ચક્ખાણ કરવાનો વિધિ છે.)
પછી સર્વ મુનિમહારાજાઓને ગુરુવંદન વિધિથી વંદન કરવું. પછી જિનમંદિરમાં દર્શન કરવા જવું.
પોસહ લીધા પછી દેહરે જઈ ઈરિયાવહિયા કરી, સો ડગલા ઉપરાંત છેટે ગયા હોઈએ કે ઠલ્લે-માત્રે ગયા હોઈએ તો ગમણાગમણે આલોવવું. ૭. ગમણા-ગમણે આલોચન
ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! ગમણાગમણે આલોઉં? ઈચ્છે, ઈર્ષ્યા-સમિતિ, ભાષા-સમિતિ, એષણા-સમિતિ, આદાન-ભંડમત્ત-નિષ્ઠેવણા-સમિતિ, પારિષ્ઠાપનિકા-સમિતિ, મન-ગુપ્તિ, વચન-ગુપ્તિ, કાય-ગુપ્તિ, એ પાંચ સમિતિ, ત્રણગુપ્તિ,
કલ્પિત ધર્મ ચલાવવો નહીં.