________________
પોષહ લેવાની વિધિ
૪૮૧
૩. કાજો લેવાની વિધિ દંડાસણ લાવી, પડિલેહી, ઈરિયાવહિયા કરીને કાજે લેવો. પછી કાજામાં જીવ-જંતુ જીવતું કે મરેલ હોય તે તપાસી કાજો સુપડીમાં ભરીને જીવ-જંતુ અને તડકાથી રહિત શુદ્ધ જગ્યાએ જઈ “અણુજાણ જસુગ્રહો' કહી કાજો પરઠવવો, ને વોસિરે વોસિરે ત્રણવાર કહેવું. પછી દેવ વાંચવા અને સઝાય કરવી. કાજામાં મરેલા જીવજંતુ કે અનાજ વિ. ના સચિત્તદાણા હોય તો પ્રાયશ્ચિત લેવું.
૪. દેવવંદનનો વિધિ પ્રથમ “ઈરિયાવહિયા” કરવા. પછી ખેસ નાખી. “ખમા.” દઈ, આદેશ માગી, “ચૈત્યવંદન” “જંકિંચિ” “નમુત્યુ” કહી, “જયવીયરાય” “આભવમખંડા” સુધી કહેવા. પછી બીજું ચૈત્યવંદન કહી, “અરિહંત ચેઈ. અન્નત્થ.” એક “નવકારનો કાઉસ્સગ્ગ, “નમોડતું” ને એક થોય, પછી “લોગસ્સ . સવ્વલોએ. અન્નત્થ.” કાઉસ્સગ્ગ, બીજી થાય, પુખરવરદી. સુઅસ્સ. અન્નત્થ.” “કાઉ. ત્રીજી થોય,” “સિદ્ધાણં. વેયાવચ્ચ. અન્નત્થ.” એક “નવકારનો કાઉસ્સગ્ગ, “નમોડતું.” ચોથી થોય, વળી “નમુત્થણ” કહી એ પ્રમાણે જ ચાર “થોયો” ક્રમે કહેવી. પછી “નમુત્થણ. જાવંતિ. ખમા. જાવંત.” કહી “નમોડતું.” “સ્તવન” કહી અડધા “જય વીયરાય” (“આભવમખંડા” સુધી) કહેવા. પછી ચૈત્યવંદન “અંકિંચિ” “નમુત્થણ” કહી આખા “જય વીયરાય” કહેવા પૌષધમાં સવારના દેવવંદન હોય તો “ખમા.” દઈ, ઈચ્છા. સક્ઝાય કરું ?” “ઈચ્છે” કહી, “નવકાર” ગણી, “મણહ જિણાણ” ની સઝાય કહેવી.
- પ. પોરિસી ભણાવવાનો વિધિ સૂર્યોદય પછી પાદોન પોરિસી (પોણો પ્રહર) થતાં નીચે પ્રમાણે પોરિસી ભણાવવી. ખમા. ઈચ્છા. બહુપડિપુન્ના પોરિસી ?
ખોટા દેવ સ્થાપવા નહીં.