________________
૪૮૦
રત્નત્રયી ઉપાસના
(૪) રાત્રિ પોસહમાં બીજા દિવસે સવારના પ્રતિક્રમણમાં પણ એ પ્રમાણે વિધિ કરવો.
(૫) પોસહ લીધા પહેલાં રાઈઅ પ્રતિક્રમણ કર્યું હોય તો પોસહ લેવાની વિધિમાં સજ્ઝાય પછી ‘બહુવેલ.’ ના બન્ને આદેશો માગવા. પછી પડિલેહણની શરૂઆત કરવી.
૨. પડિલેહણનો વિધિ
‘ઈરિયાવહિયા’ કરીને ખમા. ઈચ્છા. પડિલેહણ કરૂં ? (ગુરુ-કરે) ઈચ્છું કહી મુહપત્તિ. ૫ બોલથી, ચરવળો ૧૦ બોલથી, કટાસણું ૨૫ બોલથી, સુતરનો કંદોરો ૧૦ બોલથી, અને ધોતીયું ૨૫ બોલથી પડિલેહવા.
પછી ધોતીયું પહેરી કંદોરો બાંધી, ઈરિયાવહિયા કરી ખમા. ઈચ્છુકારી ભગવન્ પસાય કરી પડિલેહણા પડિલેહાવોજી ! (ગુરુ : પડિલેહાવેમિ) ઈચ્છું કહી સ્થાપનાચાર્ય પડિલેહવા.
સ્થાપનાચાર્યની પડિલેહણાના બોલ
(૧) શુદ્ધ સ્વરૂપના ધારક ગુરુ (૨) જ્ઞાનમય ૩) દર્શનમય (૪) ચારિત્રમય (૫) શુદ્ધ શ્રદ્ધામય (૬) શુદ્ધ પ્રરૂપણામય (૭) શુદ્ધ-સ્પર્શનામય (૮) પંચાચાર પાળે (૯) પળાવે (૧૦) અનુમોદે (૧૧) મનગુપ્તિ (૧૨) વચનગુપ્તિ (૧૩) કાયગુપ્તિએ ગુપ્તા
સ્થાપનાજીનું પડિલેહણ થઈ ચૂકેલ હોય તો વડીલનું ઉત્તરીય વસ્ત્ર પડિલેહી ખમા. ઈચ્છા. ઉપધિ મુહપત્તિ પડિલેહું ? (ગુરુ : પડિલેહેહ) ઈચ્છું. મુહપત્તિ પડિલેહવી, ખમા. ઈચ્છા. ઉપધિ સંદિસાહું ? (ગુરુ: સંદિસાવેહ) ઈચ્છું ખમા. ઈચ્છા. ઉપધિ પડિલેહું (ગુરુ : પડિલેહેહ) ઈચ્છું. કહી બાકીનાં વસ્ત્રો વગેરે પડિલેહવા. પછી સૂવા-બેસવા આદિ માટે જરૂરી ભૂમિમાં કાજો લેવો.
Loc
મિથ્યા સ્તુતિ કરવી નહીં.