SearchBrowseAboutContactDonate
Page Preview
Page 713
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી નવપદ તપ આરાધના વિધિ ૪૭૭ કરવા જાય ૧ ક નr+, + A (૬) દંતવાણિજ્ય : હાથીદાંત વગેરેનો વ્યાપાર. (૭) લાક્ષવાણિજ્ય: લાખ તથા ગુંદર વગેરેનો વ્યાપાર. (૮) રસવાણિજ્ય : ઘી, તેલ, ગોળ વગેરેનો વ્યાપાર. (૯) વિષવાણિજ્ય અફીણ વગેરે ઝેરનો વ્યાપાર. (૧૦) કેશવાણિજ્ય : પશુ પંખીના વાળ-પીછાં વગેરેનો વ્યાપાર. (૧૧) યંત્ર પીલાણ કર્મ : મીલ, જીન, સંચા, ઘાણી વગેરે ચલાવવા. (૧૨) નિર્વાહન કર્મ : બળદ વગેરેને નપુંસક કરવા તથા નાક, કાન, આદિ અંગોપાંગ છેદવાનો વેપાર. (૧૩) દવદાન કર્મ : વન વગેરેમાં અગ્નિદાહ મૂકવો. (૧૪) જળશોષાગ કર્મ : સરોવર, તળાવ વગેરેના પાણી સુકાવી નાંખવા. (૧૫) અસતીપોષણઃ રમત માટે કૂતરા-બિલાડી વગેરે પાળવા તથા વ્યાપાર માટે વેશ્યાદિકનું પોષણ કરવું. આ ૧૫ ધંધા મહાપાપ રૂપ હોવાથી ત્યાજ્ય છે. બાવીશ અભક્ષ્યના નામ ૧. મધ, ર. માખણ, ૩. દારૂ, ૪. માંસ, ૫. ઉબરાના ફળ, ૬. વડના ટેટા, ૭. કોઠીંબડા, ૮. પીપળાની પીપડી, ૯. પીપળાના ટેટા, ૧૦. બરફ, ૧૧. અફીણ વગેરે ઝેર, ૧૨. કરા, ૧૩. કાચી માટી, ૧૪. રાત્રિ ભોજન, ૧૫. બહુબીજ, ૧૬. બોળ અથાણું, ૧૭. વિદળ, ૧૮. રીંગણા, ૧૯. અજાણ્યા ફળ, ૨૦. તુચ્છ ફળ, ૨૧. ચલિત રસ, રર. અનંતકાય. આ ચીજોનું ભક્ષણ મહાપાપ રૂપ છે. - બત્રીસ અનંતકાય ૧. સૂરણ, ૨. લસણ, ૩. લીલી હળદર, ૪. બટાટા, ૫. લીલો કચુરો, ૬. શતાવરી, ૭. હીરલીકંદ, ૮. કુંવર, ૯. થોર, ૧૦. ગળો, ૧૧. સકરિયા, ૧૨: વંશ કારેલા, ૧૩. ગાજર, ૧૪. લુણી, ૧૫. લોઢી, ૧૬. ગિરિકર્ણિકા, ૧૭. કુમળા પાંદડા, ૧૮. ખરસૈયો, ૧૯. થેકની ભાજી, ર૦. લીલીમોથ, ૨૧. લુલીના ઝાડની છાલ, ૨૨. ખીલોડા, ૨૩. અમૃતવેલી, ૨૪. મૂળા, ૨૫. ભૂમિફોડા, ૨૬. નવા અંકુરા, ર૭. વળ્યુલાની ભાજી, ર૮. સુર વેલ, ર૯. પાલખની ભાજી, ૩૦. કુણી આંબલી, ૩૧. રતાળું, ૩ર. પીંડાળું. એનો ત્યાગ કરવો જોઈએ. રવાના પ્રજાજ શ્વાજા કરવ stત -4 % કારzzat -- કમ સૂકા દ્વારા સમાજ, નરોr:૬૦,raઝ: સ્થિતિનો ગર્વ કે ખેદ કરવો નહીં.
SR No.006087
Book TitleRatnatrayi Upasna
Original Sutra AuthorN/A
AuthorKakaldas Hirachand Ajbani Parivar
PublisherKakaldas Hirachand Ajbani Parivar
Publication Year2006
Total Pages1214
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy